Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

કાલાવડના જસાપરમાં ન્હાવા પડેલા એક યુવકનું મોત : ૩ નો બચાવ

કાલાવડ તા ૯  : જસાપર ગામના ૪ (ચાર) મિત્રો નદેીએ ન્હાવા ગયા હતાં જેમાં ઉંડા પાણીમાં જતા રહેતા ૩ મિત્રોનો બચાવ થયો હતો, જયારે ૧ યુવાન ડુબી ગયો હોવાની શંકા જતાં ગામના તરવૈયા જસાપર ગામે પહોંચી ડુબી ગયેલઙ્ગ યુવાનની તપાસ માટે જસાપરની નદી ખુંદી રહયા છે. આ બનાવની જાણ થતાં પોલીસ તંત્ર જસાપર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવથી નાના એવા જસાપર ગામમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું હતું. ન્હાવા થયેલ  મિત્રોમાં ૩  મિત્રોનો બચાવ થયો હતો.

જયારે દિપ રમેશભાઇ મારકણ (ઉ.વ.૧૭) રે. જસાપર ડુબી જતાં શોધ ખોળ ચાલું છે જસાપર ગામે મામ.શ્રી આસ્થાબેન ડાંગર, પી.એસ.આઇ. લાડુમાર તેમજ બચાવ કામગીરીના કર્મચારી બનાવના સ્થળે હાજર  રહયા હતા.

(11:30 am IST)
  • " ચંદ્રયાન 2 " અંતરિક્ષ જગત માટે ગૌરવની બાબત છે : પાકિસ્તાનના સૌપ્રથમ એસ્ટ્રોનેટ મહિલા નમીરા સલીમે ખેલદિલી પૂર્વક ભારતના સાહસને બિરદાવ્યું access_time 6:43 pm IST

  • મધ્યપ્રદેશમાં ભારે વરસાદ : ખંડવામાં ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજા,અને ઓમકારેશ્વર ડેમના 16 દરવાજા ખોલાયા : ભારે વરસાદને કારણે ભોપાલમાં તમામ શાળાઓ બંધ રહેશે access_time 8:43 am IST

  • પાકિસ્તાનના વિકાસ કાર્યોમાં ચીન એક અબજ ડોલરનું રોકાણ કરશે તેમ જાહેર કર્યું છે. પાકિસ્તાન દ્વારા હાથ ધરાયેલા વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં એક અબજ ડોલર રોકાણ કરવાની જાહેરાત થવાની સાથે રાજકીય પંડિતોમાં ચર્ચા થઈ રહી છે કે આ રીતે ચીન નજીકના ભવિષ્યમાં જ પાકિસ્તાન પર આડકતરી રીતે પોતાનો કબજો મજબુત કરી રહ્યું છે. access_time 5:50 pm IST