Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વાંકાનેરના લુણસરના સીનીયર સીટીઝન નિર્મલાબેન તરણ સ્પર્ધાની ત્રણ કેટેગરીમાં પ્રથમ

મોરબી,તા.૯: વાંકાનેરના લુણસર ગામના રહેવાસી નિર્મલાબેન માનસેતા હાલ ૬૦ વર્ષની વયે પહોંચ્યા છે જેઓએ જીલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આટલી વયે ખાલી સ્પર્ધામાં ભાગ લેવાનું મન બનાવવું તે જ મોટો વિક્રમ બની રહે છે જોકે આ વૃધ્ધા માત્ર ભાગ લઈને સંતોષ માનવાને બદલે જીતવા માટે પણ મનોબળ મજબુત રાખ્યું હતું અને આ વયે તેઓએ સ્પર્ધામાં ભાગ લઈને પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે અને માત્ર એક જ સ્પર્ધા નહિ પરંતુ તરણ સ્પર્ધામાં ૫૦ મીટર ફ્રી, ૫૦ મીટર બેક અને ૧૦૦ મીટર ફ્રી સ્ટાઈલ એમ ત્રણ કેટેગરીમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે અને હવે તેઓ રાજયકક્ષાએ મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરીને મોરબીને ગૌરવ અપાવશે

જીલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા નિર્મલાબેન માનસેતાએ પ્રથમ વખત સ્પર્ધામાં ભાગ નથી લીધો પરંતુ જાણીને આશ્યર્ય થશે કે તેઓ વર્ષ ૨૦૧૪ થી સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે અને વર્ષ ૨૦૧૫, ૨૦૧૭ અને ૨૦૧૮ માં ૧૦૦ મીટર ફ્રી કેટેગરીમાં તેઓ ત્રીજા સ્થાને વિજેતા રહ્યા છે જોકે આ ક્રમથી તેઓ સંતુષ્ટ ના હોય અને પ્રથમ ક્રમે વિજેતા બનવા વધુ મહેનત કરી હતી અને આખરે આ વર્ષે તેઓ પ્રથમ ક્રમે વિજેતા બનીને ડંકો વગાડ્યો છે ત્યારે મોરબી જીલ્લાનું પણ ગૌરવ વધાર્યું છે.

(9:32 am IST)