Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

જામનગર જિલ્લાનો ઊંડ -1 ડેમના 14 દરવાજા છ ફૂટ અને ઊંડ -2ના 17 દરવાજા 4 ફૂટ ખોલાયા નદીઓ ગાંડીતુર

જામનગર જીલ્લા માટેના મુખ્ય પાણીના સ્રોત એવા ઉંડ ૧ ડેમના ૧૪ દરવાજા ૬ ફુટ ખોલ્યા છે

મોટી રાત્રે ડેમ પર પાણીની વધારે આવક થતાં ૧૪ દરવાજા ખોલ્યા હોવાનું જાણવા મળે છે. ડેમના દરવાજા ખોલતા ઉંડ નદીમાં ઘોડાપૂર આવ્યા છે.

બીજી તરફ જોડિયા ખાતે આવેલ ઉંડ ૨ ડેમના ૧૭ દરવાજા ૪ ફુટ ખોલ્યાના સમાચાર મળે છે.નિચાણ વારા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયા હતા. નિચાણ વિસ્તાર ને અલર્ટ રહેવા ની સુચના આપી છે નદી ગાંડીતૂર બની છે.

(10:37 pm IST)
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૯ દિવસની વિદેશયાત્રાએઃ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજથી ૯ દિવસની વિદેશ યાત્રાએ જઈ રહ્યા છે. તેઓ આઈસલેન્ડ, સ્વીઝરલેન્ડ અને સ્લોવેનીયા ૩ દેશોની મુલાકાત લેશે. આ દેશોના વડાઓ સાથે ભારત સાથેના સંબંધો સહિત દ્વિપક્ષીય મંત્રણાઓ કરશે access_time 1:04 pm IST

  • બપોરે ૧ર થી ર વચ્ચે કોડીનાર, કંડોરણા, સોનગઢ, બારડોલી, ખંભાતમાં ૧ થી ૧II ઇંચ : આજે પણ ૧૦૩ તાલુકાઓમાં મેઘરાજાની હાજરી : સવારથી બપોર સુધીમાં સોનગઢ, ખગ્રામ (નવસારી), આહવામાં ચાર-ચાર ઇંચ : વધઇ-ડોલવણમાં ત્રણ-ત્રણ ઇંચ access_time 3:48 pm IST

  • ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સારો વરસાદ પડ્યો છે. મોડીરાત્રે લખાય છે ત્યારે પણ વરસાદ ચાલુ હોવાનું અમારા ગાંધીનગરના પ્રતિનિધિ અશ્વિન વ્યાસ જણાવે છે. access_time 11:40 pm IST