Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

નીલમબાગ પો, સ્ટે,ના ગુન્હામાં વોન્ટેડ આરોપી મોહસીન પઠાણને આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્એ ઝડપ્યો

ભાવનગર : નીલમબાગ પોલીસ સ્ટેશનના ગુન્હામાં વોન્ટેડ આરોપી મોહસીન પઠાણને વાડિયા હોટલ સામેથી આર,આર,સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડએ ઝડપી લીધો છે                   

  ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષક અશોક કુમાર સાહેબે ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી નાસતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જે અનુસંધાને  ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ ના પોલીસ સબ ઇન્સપેકટર વી.એલ.પરમાર ના માર્ગદર્શન અને સુચનાથી રેન્જના પેરોલ ફર્લો સ્કોર્ડના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા

  દરમ્યાન મળેલ બાતમીરાહે હકીકત મળતા નીલમબાગ પોલીસ સ્ટેશનના ગુ.ર.નંબર સેકન્ડ ૬૭/૨૦૧૯ પશુ સંરક્ષણ અધી.સુધારા ૨૦૧૭ ની કલમ ૫,૬(બી),વિ.. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી મોહસીનભાઇ હુસેનભાઇ પઠાણ (ઉ.વ.૨૨ )(રહે.મામા કોઠા રોડ ,કાજીવાડ ભાવનગર)ને વડવા વાડીયા હોટલ સામેથી ઝડપી  આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

 આ કામગીરીમાં આર.આર.સેલના પોલીસ સબ ઇન્સપેકટર.ડી ડી.પરમાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ ના પોલીસ સબ ઇન્સપેકટર વી.એલ.પરમાર ની ની સુચનાથી હેડ કોન્સ.  યોગેન્દ્રસિંહ ગોહીલ તથા ટી.કે.સોલંકી તથા બાબાભાઇ આહીર તથા પોલીસ કોન્સ.જગદેવસિંહ ઝાલા તથાસોહીલભાઇ ચોકીયા તથા ગોપીદાન ગઢવી  વિગેરે જોડાયા હતા.

(8:42 am IST)