Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ધોરાજી પાસેના ભાદર-2 ડેમના દરવાજા દોઢ ફૂટ ખોલાયા : પોરબંદર જિલ્લાના 15 ગામોને એલર્ટ કરાયા

ધોરાજી પાસે આવેલ ભાદર-2ના દરવાજા દોઢ ફૂટ ખોલતા પોરબંદર જિલ્લાના 15 ગામો એલર્ટ કરાયા હતા. જેમાં 4 પોરબંદરના મિત્રાળા, નવીબંદર, ચીકાસા અને ગરેજ ગામનો સમાવેશ થાય છે જ્યારે કુતિયાણાના 11 ગામો ભોગસર, બીલડી, ચોંટા, છત્રાવા, કટવાણાં, કુતિયાણા શહેર, માંડવા, પસવારી, રોધડા, સેગરસ અને થેપલાનો સમાવેશ થાય છે.

  રાજકોટ જિલ્લાના ધોરાજી નજીકના ભૂખીમાં આવેલ ભાદર-2 ના દરવાજા ખોલ્યા હતા. ઉપરવાસના વરસાદથી ભાદરમાં નવા પાણી આવ્યા હતા. ભાદર-2 ના દોઢ ફૂટ દરવાજા ખોલતા પ્રતિ સેકન્ડ 4.148 ક્યુસેટ પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસના પાણી ગમે તે સમયે આ તમામ ગામોમાં ઘૂસે તેવી શકયતા સેવાઈ રહી છે. વહીવટી તંત્ર નીચાવણવાળા વિસ્તારોને જાણ કરાઈ છે.

(9:30 pm IST)