Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

મોરબી જીલ્લા પંચાયતની સભામાં લમ્‍પી વાયરસનો મુદ્દો ગાજ્‍યો : શાસક પક્ષ -વિપક્ષ આમનેસામને

મોરબી જીલ્લા પંચાયતની સામાન્‍ય સભા યોજવામાં આવી હતી જેમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્‍ચે લમ્‍પી વાયરસમાં મૃત્‍યુ પામેલા પશુધનને સહાય જાહેર કરવા માટે આક્ષેપ કરવામાં આવ્‍યા હતા તેમજ સહાય અંગેના ઠરાવમાં ભાજપ સદસ્‍યોએ વિરુદ્ધમાં મતદાન કરતા કોંગ્રેસ સદસ્‍યો આક્રમક જોવા મળ્‍યા હતા

મોરબી જીલ્લા પંચાયતની સામાન્‍ય સભામાં વિપક્ષ નેતા ભુપતભાઈ ગોધાણીએ ગાય માતાને પૂજનીય ગણીને ગાયોને બચાવવાની વાતમાં શાસક પક્ષને જરાય રસના હોવાના આક્ષેપ કરવામાં આવ્‍યા હતા તો સામાપક્ષે જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાએ લમ્‍પી વાયરસની સહાય મામલે કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો અને કોંગ્રેસ કેટલા પશુના મોત થયા તેનો સર્વે કરી સાચો આંક રજુ કરે તો અજય લોરિયા તરફથી વ્‍યક્‍તિગત રીતે પશુ દીઠ એક હજારની સહાય ચૂકવવાનું જાહેર કરવામાં આવ્‍યું હતું

તો શાસક પક્ષ દ્વારા કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા જણાવ્‍યું હતું કે મીડિયામાં દેખાવો કરીને પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે કૃષિ મંત્રી સામે રજૂઆત માટે જવાનું હોવા છતાં કોંગ્રેસના એકપણ નેતા ડોકાયા ના હતા સામાન્‍ય સભામાં શાસક પક્ષે બહુમતીના જોરે ૧૫ એજન્‍ડા મંજુર કરાવ્‍યા હતા જેમાં વિવિધ કામો માટે ૧૫ માં નાણાપંચમાંથી ૨.૮૭ કરોડ, ચાર કરોડથી વધુના સ્‍વભંડોળને સ્‍વૈચ્‍છિક મંજુરી, રૂ ૨.૯૭ કરોડના ખર્ચે રેતી રોયલ્‍ટીની વહીવટી મંજુરી, સહિતના એજન્‍ડાઓને બહાલ કરવામાં આવ્‍યા હતા. નયન અધારએ પૂછ્‍યું કે ગૌશાળા અને પાંજરાપોળ માટે સરકારે જાહેર કરેલ રૂ ૫૦૦ કરોડની સહાય કેમ ચૂકવાતી નથી અને ગૌશાળા પાંજરાપોળ સંચાલકો આંદોલન કરેછે છતાં કેમ સરકાર સહાય ચૂકવતી નથી જેનો સતાધરી પક્ષ પાસે કોઈ જવાબ નહોતો.

૧૦૦૦ની સહાયની જાહેરાત કરી

મોરબી જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાએ વિપક્ષના પ્રહારોનો જવાબ આપતા જણાવ્‍યું હતું કે સાચો આંક રજુ કરો, મૃતક પશુઓ દીઠ એક હજાર રૂપિયાની સહાય તેઓ આપવા ટીયર છે પશુપાલકને ગાય દીઠ રૂ ૧૦૦૦ ની સહાય તેઓ અર્પણ કરશે

આરોગ્‍ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયાએ જણાવ્‍યું હતું કે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના દલડી, લુણસર, મેસરિયા, તીથવા, સિંધાવદર તેમજ કોઠી ગામ અને ટંકારા તાલુકાના સાવડી ગામમાં સેલ કાઉન્‍ટર, બાયોકેમેસ્‍ટ્રી એનલાયઝર, ઈ સી જી મશીન ખરીદી માટે ૨૦ લાખનું ટેન્‍ડર આપવામાં આવ્‍યું હતું જોકે કંપનીની ડીલીવરી નિયત સ્‍પેશીફીકેશન મુજબ કરવામાં આવી ના હોય જેથી આરોગ્‍ય અધિકારીએ ડીડીઓને ધ્‍યાને મુકીને હાલ પેમેન્‍ટ નહિ આપવા જણાવ્‍યું છે તેમજ હાલ સાધનો પણ જે તે પીએચસી ખાતે જ છે તો એજન્‍સીને બ્‍લેક લીસ્‍ટ કરવામાં આવશે અને આવું નહિ ચલાવી લેવાય તેમ જણાવ્‍યું હતું સાથે જ કાયદાકીય પગલા લઇ સકાય કે કેમ તે અંગે ઉચ્‍ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને બાદમાં નિર્ણય લેવામાં આવશે જરૂરિયાત મુજબના સાધનો મોકલ્‍યા નથી જોકે આમાં કોઈ ભ્રષ્ટાચાર ના હોવાનું જણાવ્‍યું હતું.

(2:06 pm IST)