Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ધોરાજી તાલુકાના વેગડી ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

ધોરાજી,તા.૯: ધોરાજી તાલુકાના વેગડી ગામે ખોડીયાર ધાર તરફ જવાના રસ્તે કેટલાક શખ્સો ગંજીપા વડે જુગાર રમી રહ્યા હોવાની ધોરાજી પોલીસને બાતમી મળતા ધોરાજી પોલીસે ઉપરોકત જગ્યા ખાતે રેડ કરતા વશરામભાઈ વાઘેલા, હરેશભાઈ કલોતરા, હિતેશભાઈ ગોહેલ, દિનેશભાઈ કુંભાણી અને પ્રકાશભાઈ કુંભાણી આ પાંચ શખ્સો ૧૫૧૫૦ અને ગંજીપાના પાના સાથે હાર જીતનો તીન પત્ત્।ીનો જુગાર રમતા ઝડપાયા હતા પોલીસે વિશેષ કાર્યવાહી આગળ હાથ ધરી છે.

(1:55 pm IST)