Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

વિસાવદર પોલીસ તંત્ર દ્વારા ‘ઈએફઆઈઆર એપ્‍લિકેશન' જાગળતતા અભિયાનઃ પોલીસ અધિકારીઓ દ્વારા વિસ્‍તળત માર્ગદર્શનઃ સમાજશ્રેષ્ઠીઓની ઉપસ્‍થિતિ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૮: રાજય સરકારના ગળહ વિભાગે મોબાઇલ-વાહન ચોરી સંદર્ભે વર્તમાન ટેકનોલોજીનાં યુગમાં નાગરિકોને પોલીસ સ્‍ટેશન સુધી રૂબરૂ જવુ ન પડે અને ઈન્‍ટરનેટથી ફરિયાદ નોંધાવી શકે તેવા ઉમદા હેતુસર ઈએફઆઈઆર એપ્‍લિકેશન લોંચ કરી હોય,આ અંગેનુ વિસ્‍તળત માર્ગદર્શન આપવાના હેતુસર આઝાદી કા અમળત મહોત્‍સવના ભાગરૂપે વિસાવદર પોલીસ તંત્ર દ્વારા જિલ્લા પોલીસ વડાશ્રી રવિ તેજા વાસમશેટ્ટીના આદેશ અનુસાર ડીવાયએસપી એચ.એસ.રુતુ, પ્રાંત અધિકારી પ્રસાંત મંગુડા,માસ્‍ટર ટ્રેનર્સ પીએસઆઇ પી.એચ.મશરૂ, સ્‍થાનિક પી.આઈ.નિરવ શાહ, પીએસઆઇ સલમાબેન સુમરા સહિત પોલિસકર્મીઓની ઉપસ્‍થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ઈએફઆઈઆર એપ્‍લિકેશન અંગે લોકોમાં સતત જાગળતિ કેળવવા અધિકારીઓ દ્વારા વિસ્‍તળત માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતુ.આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઇ કાવાણી, વિસાવદર તાલુકા પંચાયતના પ્રમુખ નિતીનભાઇ કપુરિયા, વિસાવદર નગર પાલિકાના પ્રમુખ કૌશિકભાઇ વાઘેલા સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો, સમાજશ્રેષ્ઠીઓ, નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

ઈએફઆઈઆર એપ્‍લિકેશનનુ સ્‍ક્રીન પર ડેમોસ્‍ટ્રેશન બતાવી તજજ્ઞો દ્વારા ઉંડાણપૂવર્ક લોકો સરળતાથી સમજી શકે અને એપ્‍લિકેશનનો ઉપયોગ કરી શકે તે રીતે વિસ્‍તારપૂર્વક માહિતી આપવામા આવી હતી.

(1:53 pm IST)