Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

કેશોદ શહેરમાં ગૌરથ પદયાત્રાનું ધામધૂમથી સ્‍વાગત

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૯: વિશ્વ કલ્‍યાણ અર્થે અને ગાયમાતા અને પર્યાવરણ જનજાગૃતિ અંતર્ગત ૯.૫ વર્ષથી પૂજય ગુરૂમાતાજી પગપાળા યાત્રા રાજસ્‍થાનના હલદીઘાટીથી ભારતભરમાં પગપાળા યાત્રાનો પ્રારંભ થઈ આજ રોજ કેશોદ મુકામે પહોંચેલી હતી આ યાત્રાનો ઉદ્દેશ્‍ય ગાય માતાનું જતન અને પર્યાવરણ રક્ષા કરવાના ઉદ્દેશ્‍ય થી તાલુકા ના વિવિધ શહેર અને ગામડામાં આ યાત્રાᅠ ᅠપધારવાની છે .જે આજેᅠ કેશોદ ખાતે પધારેલ અને તેમનું સ્‍વાગત વિશ્વ હિન્‍દુ પરિષદ-બજરંગદળ-ગૌરક્ષાદળ, જલારામ મંદિર,લાયન નેચર રેસ્‍ક્‍યુ ટિમ,ગૌરક્ષાદળ ગુજરાત તેમજ વિવિધ સંસ્‍થાઓ દ્વારા કેશોદ બાયપાસ થી આ ગૌરથ ને યુવાનો દ્વારા ગૌરથ ને હાથેથી ખેંચી ને ડી.જે.ના સથવારે વાઘેશ્વરી મંદિર ખાતે લાવેલ અને ત્‍યાર બાદ ૨ કલાક નું ગૌકથા નું રસપાન ગુરૂમાતાજી દ્વારા કરાવવામાં આવેલ હતું અને ત્‍યાર બાદ બીજા દિવસે વહેલી સવારે કેશોદ થી આ પદયાત્રા કોયલાણા મુકામે વિશ્વ હિન્‍દુ પરિષદ ના યુવાનો અને જલારામ મંદિર ના ટ્રસ્‍ટી,વાઘેશ્વરી મંદિર ના પૂજારી પંકજભાઈ મહેતા સાથે વિ.હિ.પ.ના વિશાલભાઈ સોલંકી,લખનભાઈ કામરીયા, મહેશભાઈ પાનસેરિયા, મહેન્‍દ્રસિંહ દયાતર, પ્રફુલભાઈ સાકરિયા,રમેશભાઈ રતનધાયરા, દ્વારા આ રથ ને ખેંચી ને કોયલાણા મુકામે પહોંચાડેલ હતો.

(1:52 pm IST)