Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ગોંડલની પાટીદાર યુવતીને ત્રણ શખ્શોએ કરેલ ગેંગરેપના કેસમાં આજીવન કેદની આકરી સજા ફરમાવતી ગોંડલ પોકસો અદાલત...

તપાસ કરનાર અમલદાર દ્વારા ચાર્જશીટ કરાયા બાદ માત્ર એક માસ અને ૨૩ દીવસની અંદર ગોંડલ પોકસો અદાલત દ્વારા આપવામાં આવેલ ઐતિહાસીક ચુકાદોઃ સરકારી વકીલ ઘનશ્યામ કે.ડોબરીયાની કારકીર્દીમાં વધુ એક યસકલગીરૃપ પીછુ ઉમેરાયું

રાજકોટઃ આ કેસની ટુંકી હકીકત એવી છે કે રાજકોટ જીલ્લાના ગોંડલ શહેરમાં તારીખ ૧/૬/૨૨ ના રોજ સગીરવયની ભોગબનનાર બાળકી તેના મિત્ર પ્રતિક સાથે ઉમવાડા રોડ ઉપર ગયેલ હતા અને પોતાનું વાહન સાઇડમાં પાર્ક કરી રોડ પર ઉભા હતા ત્યારે  ત્રણ શખ્સો બનાવ સ્થળ ઉપર અચાનક આવી ગયેલ  અને ત્રણેય શખ્સોએ ભોગબનનાર ના મિત્ર પ્રતિકને તેમજ ભોગબનનારને ધમકાવી, બીવડાવી અને પરાણે ઢસડી વીડીમાં અવાવરૃ જગ્યામાં લઇ જઇ સુવાડવી  ત્રણ પૈકી બબે શખ્સોએ વારાફરતી બળાત્કાર કરેલ અને એક શખ્સે ભોગબનનાર બાળકીના શરીર સાથે  અડપલા કરેલા.

ઉપરોકત બનાવ બન્યા બાદ ભોગબનનારે  ઘરે આવી સદર બનાવની વાત તેના માતૃશ્રીને કરતા તેના માતૃશ્રીએ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ અને ભોગ બનનાર તથા તેના મિત્રએ લોક રક્ષક દળ શકિતસિંહ પ્રહલાદસિંહ જાડેજાને ફોન પર લાઇવ લોકેશન મોકલી જાણ કરેલ તથા બનાવની જાણ પોલીસને થતા ઉમવાડા રોડ ઉપરથી ગણતરીના કલાકોમાંજ  ત્રણેય આરોપીઓને પોલીસે પકડી પાડેલ પાડેલ અને પકડવામાં મહત્વનો ભાગ ભજવનાર શકિતસિંહ પ્રહલાદસિંહ જાડેજાએ તથા જયદીપસિંહ ખુમાનસિંહ તથા અમરદિપ રાજેન્દ્રસિંહ જાડેજાએ ત્રણેય શખ્સોને પકડી પાડેલ અને પોલીસ સ્ટેશન રજુ કરતા ત્રણેય આરોપીઓનું નામ ઠામ પુછતા આરોપીઓ (૧) મુકેશનાથ ગુલાબનાથ લકુમ (૨) સંજયનાથ ગુલાબનાથ માંગરોલીયા  (૩) અજયનાથ દિનેશનાથ માંગરોળીયા હોવાનું માલુમ પાડેલ.

ત્યારબાદ ત્રણેય આરોપીઓ સામે તપાસ કરનાર પોલીસ ઇન્સપેકટર  એમ.આર.સંગાડાએ પોકસો કોર્ટમાં માત્ર ૧૫ દિવસ તપાસ પુર્ણ કરી ચાર્જશીટ કરેલ અને ત્યારબાદ પોકસો કોર્ટમાં ચાર્જશીટ થયેલ અને સરકાર તર્ફે સરકારી વકીલ ધનશ્યામ કે ડોબરીયા દસ્તાવેજી પુરાવા લીસ્ટ રજુ કરવામાં આવેલ અને ભોગબનનારની જુબાની તથા ડોકટરશ્રીની જુબાની તેમજ ફરીયાદીની જુબાની તથા ગોંડલ સીટી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર અને આ કામના તપાસ કરનાર અમલદાર એમ.આર.સંગાડાની જુબાનીને ગાહય રાખી તેમજ સરકારી વકીલ શ્રી.ધનશ્યામ કે.ડોબરીયાની ધારદાર અને અર્થસભર દલીલોને લક્ષમાં રાખી પોકસો કોર્ટના સ્પેશયલ જજ શ્રી ડી.આર. ભટ્ટ સાહેબ દ્વારા માત્ર એક મહીનો અને ૨૩ દીવસમાં કેસ ઝડપી ચલાવી આ ગુન્હાના આરોપીઓ આરોપીઓ (૧) મુકેશનાથ ગુલાબનાથ લકુમ (૨) સંજયનાથ ગુલાબનાથ માંગરોલીયા (૩) અજયનાથ દિનેશનાથ માંગરોળીયાને ભારતીય દંડ સહીતાની  કલમ-૩૭૬(ડી) તથા પોકસો એકટ કલમ ૪,૬,૮ તથા ૧૭ મુજબના ગંભીર ગુન્હામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદ (અંતીમ સ્વાસ)સુધીની સખત કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે વકીલ શ્રી ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયેલા હતા. 

(1:50 pm IST)