Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

લાઠીના શાખપુર ગામે લમ્પી રસીકરણ

દામનગર : લાઠી તાલુકાના શાખપુર ગામે લમ્પી વાયરત સાથે સ્થાનિક સરપંચ અને પશુ ડોકટર દ્વારા તપાસ સારવારનો પુર જોશમાં પ્રારંભ. લમ્પી વાયરસ સામે તપાસ સારવાર શરૃ કરાઇ. અબોલ જીવમાં મોટા પાયે ફેલાઈને સંક્રમણથી ભારે પીડાતા અબોલ જીવોને લમ્પીથી રક્ષિત કરવા રોગનું રસીકરણ કરતા ડોકટર સેદાણીના માર્ગદર્શન અને ડો બુટાણી સહિતના પશુ ચિકિત્સક સ્ટાફે અને ગ્રામ પંચાયત શાખપુર સરપંચ અને પંચાયતના સદસ્યો સહિત ભારે જહેમત ઉઠાવી હતી. ઘરે ઘરે જઈને પશુઓને રસીકરણ કરવામાં આવ્યું. ત્યારબાદ પશુ ડોકટર સેદાણી અને બુટાણી સહિત સ્ટાફ પ્રત્યે આભાર વ્યકત કરતા પશુપાલકો અને શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ ઝડપી તપાસ સારવાર શરૃ કરતાં આભારની લાગણી પ્રસરી હતી.(તસ્વીર-અહેવાલ : વિમલ ઠાકર દામનગર)(

(12:27 pm IST)