Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

પોરબંદર સિવિલ હોસ્પિટલના શૌચાલયો અને સફાઇ થતી નથીઃ ઠેર ઠેર પાનની પીચકારીઓઃ મચ્છરોનો ત્રાસ

પોરબંદર તા.૯: પોરબંદર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ વધુ બીમાર પડે તેટલી હદે ગંદકી ફેલાઇ ગઇ છે.

સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં અનેકવિધ સમસ્યાઓનો સામનો દર્દીઓ કરી રહ્યા છે અને વારંવારની રજૂઆતો છતાં પ્રશ્નોનેં નિરાકરણ આવતું નથી ત્યારે કોંગી આગેવાને હોસ્પિટલની મુલાકાત લેતા દર્દીઓ વધુ બીમાર પડે એટલી હદે ગંદકી જોવા  મળી હતી એટલું જ નહીં પરંતુ ઓકસીજન લેવલ ૯૩થી વધોેરે હોવા છતાં કોરોનાના દર્દીઓને આઇ.સી.એમ.આરની ગાઇડલાઇન પ્રમાણે હોમકોરન્ટાઇન કરવાના બદલે સાત સાત દિવસ સુધી ગોંધી રાખવામાં આવતા હોવાથી થઇ ફરિયાદ થઇ છે.

કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાએ ભાવસિંહજી હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે અનેકવિધ સમસ્યાઓ સામે આવી હતી તેથી સરકારી ભાવસિંહજી હોસ્પિટલના ખાડે ગયેલા વહિવટને સુધારવા ઉચ્ચકક્ષાએથી પગલા જરૃરી બન્યા છે.

કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવેલ છે કે સરકારી ભાવસિંહજીની સુવિધા વધારવા માટે તંત્રને રસ હોય નહીં તેવું જણાઇ રહ્યું છે. પ્રાથમિક સુવિધાઓનો પણ અહીં અભાવ જોવા મળી રહ્યો છે. અહીંયા હોસ્પિટલમાં ચારે બાજુ ગંદકીનુેં સામ્રાજય જોવા મળી રહ્યું છે. તેથી બીમાર દર્દીઓ વધુ બીમાર પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. વોર્ડની અંદરમાં અને કમ્પાઉન્ડમાં મચ્છરોનો ઉપદ્રવ વધવા પામ્યો છે. સફાઇના અભાવે ગંદકી વધી છે. તેથી મચ્છરજન્ય રોગચાળાનો ભોગ બનેલા દર્દીઓ અને તેમની સાથે આવતા તેમના સ્વજનો વધુ બીમાર પડે છે.તેમણે જિલ્લાની સૌથી મોટી આ હોસ્પિટલમાં સારવાર લેવા માટે ૧૯૦ ગામડાના દર્દીઓ આવે છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે અહીં પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. અનેક વોર્ડમાં પંખા બંધ છે જેથી દર્દીઓને હેરાન પરેશાન બની જાય છે. ફિમેલ વોર્ડમાં અમુક પંખા બંધ હોવાથી મહિલા દદીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે આ હોસ્પિટલમાં પીવાના પાણીના વોટરકુલની વ્યવસ્થા છે પરંતુ તેમાં ગ્લાસની વ્યવસ્થા  નહીં હોવાથી દર્દી અને તેના સ્વજનોનું પીવાનું પાણી મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમણે જણાવ્યુ હતું કે એક હાથે નળને દબાવવો પડે છે તેથી ત્યાં સાંકળ બાંધીને ગ્લાસની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઇએ. હોસ્પિટલની અંદર ચારે બાજુ ગંદકીનું સામ્રાજય પણ છવાઇ ગયું છે.

હોસ્પિટલનું તંત્ર બીમારી અટકાવવાને બદલે મચ્છરજન્ય રોગચાળો ફેલાવતું હોય તેવી પરિસ્થિતિ જણાઇ રહી છે. વોર્ડની કચરાપેટીઓમાંથી ગંદકી ઉભરાઇ રહી છે એટલું જ નહીં પરંતુ શૌચાલય અને બાથરૃમ પણ ગંદકીથી ખદબદે છે. કમ્પાઉન્ડમાં જયાં ત્યાં પાનની પીચકારીઓ મારવામાં આવતી હોવાથી ત્યાં પણ ગંદકીથી જોવા મળી રહી છે. આમ પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં અનેકવિધ સમસ્યાઓ હોવાથી તેના નિરાકરણ માટે હોસ્પિટલનાં તંત્રએ નક્કર કાર્યવાહી કરવી જરૃરી બની ગઇ છે અને તે અંગે ઉચ્ચકક્ષાએથી સૂચના મળે અથવા સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવે ત્યારે જ તંત્રને સાચી હકીકતનો ખ્યાલ આવી શકે તમ રજૂઆતમાં જણાવ્યું છે.

(12:26 pm IST)