Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

જામનગરમાં હર ઘર તિરંગા રેલી

જામનગર : રાજ્ય સરકારના 'હર ઘર તિરંગા' કાર્યક્રમ અન્વયે હેરીટેજ વોક કાર્યક્રમમાં આર્યસમાજ અંતર્ગત આર્ય વિદ્યાસભા સંચાલિત શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય  પ્રાથમિક વિભાગની શ્રેણી ૭ અને ૮ ની વિદ્યાર્થીની બહેનો, શિક્ષિકા બહેનો દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. આ રેલીનું આયોજન રાષ્ટ્રપ્રેમ અને દેશભકિતની ભાવના જાગૃત કરવા માટે ખંભાળીયા ગેઈટથી દરબારગઢ સુધી કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન ડી. ગિરનારી તથા શિક્ષિકા બહેનો મીતાબેન જાની, કોષાબેન માંકડ, સોનલબેન જોશી,  જાગૃતિબેન કનખરા, પુજાબેન ચડોત્રા જોડાયા હતા. તેમ મહેશભાઇ રામાણી તથા ભાણજીભાઇ પટેલની યાદીમાં જણાવેલ છે.(તસ્વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી જામનગર)(

(12:22 pm IST)