Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ફોફળ-૧ ડેમ ૧ાા ફુટ ઓવરફલોઃ છાપરવાડી-ર પણ છલકાયોઃ સોડવદર ડેમ ૦ાા ફુટ ઓવરફલો

ત્રણેય ડેમ હેઠળ આવતા ૧૩ ગામોના લોકોને સાવચેત રહેવા સુચના

રાજકોટ તા. ૯ :.. રાજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકાના, દૂધીવદર ગામ પાસેના ફોફળ-૧ ડેમ, ડેમ ભરાઇ ગયેલ છે અને ૧.૪ ફુટ ઓવરફલો ચાલુ છે તો ડેમની હેઠવાસમાં ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવે છે. ડેમમાં ૪રપ૦ કયુસેકના પ્રવાહની આવક છે, હાલમાં ડેમમાંથી ૪રપ૦ કયુસેકનો પ્રવાહ છોડવામાં આવે છે. જળાશયની ભરપુર સપાટી ૮૧.૭પ મી. છે. જયારે જળાશયની ‘હાલની જળસપાટી ૮૧.૭પ મી છે. એલર્ટ કરાયેલ ગામોમાં દૂધીવદર, ઇશ્વરીયા, તરવડા, વેગડીન સમાવેશ થાય છે.

આવી જ રીતે રાજકોટ જીલ્લાના, જેતપુર તાલુકાના, જેપુર ગામ પાસેનો છાપરવાડી-ર ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઇ ગયેલ છે અને ડેમના ર દરવાજા ર ફુટ ખોલવામાં આવેલ છે, તો ડેમની હેઠવાસમાં આવેલ ગામોના લકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવે છે. ડેમમાં પપ૦૦ કયુસેક ના પ્રવાહની આવક છે, હાલમાં ડેમમાંથી પપ૦૦ કયુસેકનો પ્રવાહ છોડવામાં આવે છે. જળાશયની ભરપુર સપાટી ૯૮.૩૮ મી. છે જયારે જળાશયની હાલની જળસપાટી ૯૮.૩૮ મી. છે. એલર્ટ કરાયેલ ગામોમાં લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા, પ્રેમગઢ, લુણાગરી, રબારીકાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રાજકોટ જીલ્લાના, ધોરાજી તાલુકાના સોડવદર ગામ પાસેનો સોડવદર ડેમ ૧૦૦ ટકા ભરાઇ ગયેલ છે અને ૦.પ ફુટ ઓવરફલો ચાલુ છે તો ડેમની હેઠવાસમાં નીચે જણાવેલ ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવે છે. ડેમમાં ૪૪૩ કયુસેકના પ્રવાહની આવક છે, હાલમાં ડેમમાંથી ૪૪૩ કયુસેકના પ્રવાહ છોડવામાં આવે છે. જળાશયની ભરપુર સપાટી ૭૬.૭ મી. છે. જયારે જળાશયની હાલની જળસપાટી ૭૬.૭ મી. છે. ધોરાજી તાલુકાના બે ગામો ઝાંઝમેર, સુપેડીને એલર્ટ કરાયા છે.

(12:10 pm IST)