Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ભાદરની સપાટી ર૪ાા ફુટે પહોંચી અન્‍ય એક ડઝન ડેમોમાં ૦ાા થી ર ફુટ

સોડવદર ડેમ ફરી ઓવરફલોઃ ભાદર-ર ના ર દરવાજા ખોલાયા...

રાજકોટ તા. ૯ :.. અવિરત મેઘસવારીને કારણે રાજકોટ-સૌરાષ્‍ટ્રના અનેક ડેમોમાં ધીમીધારે નવા પાણીની આવક સતત ચાલુ રહી છે.

રાજકોટ-જેતપુર માટે અત્‍યંત મહત્‍વના એવા ભાદર ડેમમાં પોણો ફુટ નવુ પાણી આવતા જીવંત સપાટી ર૪ાા ફુટે પહોંચી છે, આ ઉપરાંત ઉપલેટાના મોજ ડેમમાં ર.૩૦ ફુટ નવુ પાણી આવતા સપાટી ૩૯ાા ફુટ થઇ છે.

મોજ ડેમ ૪૪ ફુટે છલકાય છે, રાજકોટના જ સોડવદર ડેમમાં ૧ાા ફુટ નવુ પાણી આવતા ફરી ઓવર ફલો થયો છે. તો કર્ણુકીમાં ર ફુટની આવક ડેમ પ૦ ટકા ભરાયો છે, સપાટી ૯.ર૦ ફુટ થઇ છે.

મોરબીના મચ્‍છુ-૧ માં ૦.૩૦ ફુટ, મચ્‍છુ-ર માં ૦.૩૦ ફુટ, ડાઇમીણસારમાં ૦.૩૩ ફુટ, વર્તુ-ર માં ૦ાા ફુટ, સીંધણી-પોણ ફુટ, મીણસાર પોણો ફુટ, વાંસલમાં ર- ફુટ, ત્રિવેણી ઠાગા પોણો ફુટ, તથા અમરેલી જીલ્લાના સાકરોલી ડેમમાં ૧ ફુટ નવુ પાણી આવ્‍યું છે.

(12:06 pm IST)