Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

જસદણ પર્યાવરણ શિક્ષણ કેન્‍દ્ર આયોજીત આરોહણ પ્રોજેક્‍ટ અંતર્ગત સીડ બોલ રોપણ-પ્રકૃતિ દર્શન કાર્યક્રમ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૯ : અપ્રવા એનર્જીના આર્થિક સહયોગથી ચાલતા આરોહણ પ્રોજેક્‍ટના ગ્રામ શિક્ષા કેન્‍દ્રના બાળકો અને બહેનો યુવાનોને વૃક્ષ વાવેતર વિવિધ પદ્ધતિઓ અને ઉછેર માટેની બેસ્‍ટ પદ્ધતિ બીજ પદ્ધતિ વિષે જાણકારી મળી રહે તે હેતુસર ચોમાસાની ઋતુમાં વિવિધ બીજ જેવાકે લીમડો, કરંજ, કેસુડો, સવન, ગરમાળો અને શણીયાર, કરાડ, હમાંટા ઘાસના બીજ આપી તેમાંથી સીડ બોલ તૈયાર કરાવવામાં આવ્‍યા હતા વરસાદ પડતાની સાથે કાંટાની વાડ,વીડ,ખરાબો જમીનમાં આ સીડ બોલનું રોપણ કરવામાં આવ્‍યું હતું વૃક્ષની રોપ થી ઉછેર કરતા બીજ થી ઉછેર કરવાની પદ્ધતિમાં ૯૦ ટકા સફળતા મળતી હોય છે એવા હેતુ સાથે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્‍યો સાથે વીડ માં ચરવા માટે ઘાસચારો ઉગી નીકળે પાણી પણ રોકાય અને જમીન ધોવાણ થતું અટકે તેવા હેતુ થી ઘાસચારા ના બીજ ના સીડ બોલનું રોપણ કરવામાં આવ્‍યું હતું સાથેᅠ બાળકોને યુવાનોને બહેનોને બાયનોક્‍યુલાર દ્વારા દુર સુધીની પકૃતિ વિવિધ વૃક્ષો ,પવન ચક્કી ,તેનું ગામ નો નજારો વગેરે બતાવી અને કુતુહલતા પૂર્વક કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.

જેમાં કમળાપુર ગામની તાલુકા શાળા,કન્‍યાશાળા,ગાર્ડી હાઇસ્‍કુલ,શિવમ વિધાલય,સ્‍ટાફગણ વિદ્યાર્થી મિત્રો અને મેત્રીગ્રુપ ના સભ્‍યો વગેરે નો સાથ સહકાર સાંપડ્‍યો હતોᅠ કાર્યક્રમનું સફળ સંચાલન ગ્રામ શિક્ષા કેન્‍દ્ર,સંયોજક અને પ્રોજેક્‍ટ ઓફિસરᅠ કાજલબેન ઝાલા પ્રોજેક્‍ટ કો-ઓર્ડીનેટર નીતિન અગ્રાવત દ્વારા કરવામાં આવ્‍યું હતું.

(11:09 am IST)