Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

વિસાવદરના માંડાવડ ગામે નવી કલેકટર કચેરી પાસે નવી કોર્ટ બનાવવા જગ્‍યા ફાળવોઃ ટિમ ગબ્‍બર

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૯: વિસાવદર ટીમગબ્‍બર ગુજરાતના કાંતિ.એચ.ગજેરા એડવોકેટ તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીએ  મુખ્‍યમંત્રી, કાયદા મંત્રીસચિવ, આરએન્‍ડબી (સ્‍ટેટ)ને લેખિત રજુઆતમા જણાવેલ છે કે, વિસાવદરમાં આશરે ૧૦૦ વર્ષ ઉપરાંતથી કોર્ટ આવેલ છે. આ કોર્ટ બિલ્‍ડીંગ માટે ર્પાકિંગની વ્‍યવસ્‍થા નથી અને બજેટમાં હયાત કોર્ટ બિલ્‍ડીંગ ઉપર વધારાનો એક માળ કરવા બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવેલ હોય આ માટેના પ્‍લાન એસ્‍ટીમેન્‍ટ પણ તૈયાર કરી આલેખન વિભાગમાં મોકલવામાં આવેલ હતા,પરંતુ આલેખન વિભાગ તરફથી વિસાવદર કોર્ટ બિલ્‍ડીંગમાં ર્પાકિંગની જગ્‍યા ન હોય તેથી પ્‍લાન નકશા આજ દિન સુધી મંજુર કરવામાં આવેલ નથી તેથી નવું બિલ્‍ડીંગ બનાવવા માટે આશરે ૧૦,૦૦૦ વાર જગ્‍યા માંડાવડ ગામે નવી બનેલ કલેકટર કચેરીના પશ્‍ચિમ બાજુએ સરકારી ખરાબાની જગ્‍યા છે ત્‍યાં ફાળવવામાં આવે તો પ્રજાને તથા પક્ષકારોને અનુકૂળતા રહે તેમ છે.તેથી આ જગ્‍યાએ તાત્‍કાલિક અસરથી પગલાં લઈ કોર્ટ બિલ્‍ડીંગ માટે ઉપરોક્‍ત જગ્‍યાએ દશ હજાર વાર જગ્‍યા ફાળવવા  ટિમ ગબ્‍બરની માંગ છે તેમ વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીએ જણાવ્‍યું છે.(

(10:58 am IST)