Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ચોટીલાના ગુંદામાં બહેન-બનેવીના ઝઘડામાં હરેશ પર પાઇપથી હુમલો

કાકા ચતુર, ધુલા સહિતના તૂટી પડયાઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૯: ચોટીલાના ગુંદા ગામે રહેતાં અને ખેત મજૂરી કરતાં હરેશ સંગ્રામભાઇ સાડમીયા (ઉ.૨૫)ને સાંજે તેના કાકા ચતુર, ધુલા, સંજય સહિતે પાઇપથી ફટકારતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. તેના કહેવા મુજબ તેના બહેન મંજુ અને બનેવી સુરેશને કાકા સાથે માથાકુટ થઇ હોઇ તેમાં વચ્‍ચે પડતાં પોતાને મારકુટ થઇ હતી.

(10:54 am IST)