Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

જામકંડોરણામાં મેઘરાજા મનમુકીને વરસ્‍યા સાડાત્રણ ઇંચ વરસાદ ફોફળ ડેમ ૦.૮૦ ફુટે ઓવરફલો

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૯ : દિવસ દરમ્‍યાન અસહય બફારા બાદ સાંજના મેઘરાજાનું આગમન થયું હતું. વિજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે સાંજના સાડાસાત વાગ્‍યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પ્રથમ બે કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડી ગયો હતો. બાદમાં સતત ધીમી ધારે વરસાદ વરસતા સવાર સુધીમાં એક જ રાતમાં કુલ ૮૯ મીમી (સાડા ત્રણ ઇંચ) વરસાદ વરસ્‍યો હતો. આ સાથે સીઝનનો કુલ વરસાદ ૬૯૦ મી.મી. થયેલ છે. આ સારા વરસાદના રાઉન્‍ડથી જામકંડોરણાનો ફોફળ ડેમ હાલમાં ૦.૮૦ ફુટે ઓવરફલો થઇ રહ્યો છે. 

(12:26 pm IST)