Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

જામનગરમાં કોરોના વોરિયર પોલીસ કર્મીનું કોરોનાથી મૃત્યુ : હોસ્પિટલ પરિસરમાં જ અપાયું "ગાર્ડ ઓફ ઓનર"

કોરોનાનાં કપરાકાળમા ફ્રન્ટ લાઇનમાં રહી પોલીસ કર્મીઓ લડી રહ્યા છે, તેવામાં ફરી એક પોલીસ કર્મીનું કોરોનાનાં કારણે મોત નીપજતા શોકનો માહોલ છવાયો છે જામનગરમાં એક પોલીસકર્મીનું કોરોનાથી નિધન થયું છે છે. જામનગરનાં આ મૃતક પોલીસ કર્મીને 3 દિવસ પૂર્વે કોરોના પોઝિટિવ આવ્યો હતો. કોરોના પોઝિટિવ આવતા પોલીસ કર્મીને જામનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન આજે બપોર બાદ તેમનુ કોરોના સામેની ફાઇનલ લડાઇમાં હારી જતા મૃત્યુ નીપજ્યું હતું. કોરોના વોરિયર પોલીસ કર્મીનું કોવિડ હોસ્પિટલ પરિસરમાં જ ગાર્ડ ઓફ ઓનર અપી સન્માન કરવામાં આવ્યું હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે ચેતન જોશી નામના પોલીસ કર્મચારીનું કોરોનાથી મોત થતા સમગ્ર પંથક અને ખાસ કરીને જામનગર પોલીસ બેડામાં સન્નાટો છવાય ગયાનું પ્રતિત થઇ રહ્યું છે.

(11:16 pm IST)
  • સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર ફરી વાદળ છવાવા લાગ્યા. મોટાભાગના દેશ ઉપર ચોમાસુ જામ્યું છે. access_time 7:04 pm IST

  • અમિતભાઈ ઉપર કોઈ નવો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો નથી. ગૃહ ખાતાના સત્તાવાર વર્તુળોએ કરેલી જાહેરાત. (ન્યૂઝફર્સ્ટ ) access_time 1:44 pm IST

  • દુશ્મનોના છક્કા છૂટી જાશે : LAC અને LOC પર તનાવ વચ્ચે ભારતીય સૈન્ય પ્રોજેક્ટ 'Chettah' માટે આગળ વધી રહ્યું છે : આ પ્રોજેક્ટ હેઠળ સૈન્યની ત્રણેય પાંખોના 90 જેટલા હેરોન ડ્રોનને લેસર-ગાઇડ બોમ્બ, એર ટુ ગ્રાઉન્ડ અને એર-લોન્ચ થયેલ એન્ટિ-ટેન્ક ગાઇડ મિસાઇલોથી સજ્જ કરવા માટે અપગ્રેડ કરવામાં આવશે : આ પ્રોજેકટ પાછળ સરકારને રૂ .3,500 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે access_time 6:16 pm IST