Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

સોમનાથ લવાયેલા ભાજપના છ MLA મોડી રાત્રે ગાયબ!

દર્શન ગેસ્ટહાઉસમાં પણ કૉંગ્રેસ પહોંચી જવાનો ડર? : જયપુરથી સ્પેશ્યલ ફલાઇટ કરી ૬ ધારાસભ્યોને મોડી સાંજે પોરબંદર અને ત્યાંથી સોમનાથ લાવવામાં આવ્યા

સોમનાથ, તા.૯ : રાજસ્થાનના ઉદયપુરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કૉંગ્રેસ બાદ હવે ભાજપમાં રાજકીય સંકટને જોતા ખાનાખરાબીનો ડર સામે આવ્યો છે અને ભાજપે પોતાના ધારાસભ્યોને સાચવવા પોતાના ધારાસભ્યોને ગુજરાત મોકલી આપ્યા હતા. ગઈકાલે જયપુરથી સ્પેશ્યલ ફલાઇટ કરી ૬ ધારાસભ્યોને આજ મોડી સાંજે પોરબંદર અને ત્યાંથી સોમનાથ લાવવામાં આવ્યા હતા. દરમિયાન ગઈકાલે સોમનાથમાં રાજસ્થાન કૉંગ્રેસના ૬ ધારાસભ્યો માટે ૯ રૂમ બૂક કરવામાં આવ્યા હતા. ધારાસભ્યો મીડિયાના કેમેરા સામે ગઈકાલે સોમનાથ મંદિરમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. જોકે, મોડી રાત્રે તેઓ સાગર દર્શનમાંથી ગાયબ થઈ જતા ખળભળાટ મચ્યો હતો. સૂત્રો જણાવી રહ્યા છે કે આ ધારાસભ્યો પૈકીના સોમનાથ લવાયેલા ધારાસભ્યો સાસણના રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. આ ધારસભ્યો દીવ પણ લઈ જવામાં આવ્યા હોવાની વકી છે. જોકે, ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ ધારાસભ્યોનું અલગ એક જૂથ દક્ષિણ ગુજરાત પણ લાવવામાં આવ્યું છે.

તેમને દક્ષિણ ગુજરાત અથવા તો મધ્યગુજરાત રાખવામાં આવ્યા છે. હવે જો રાજસ્થાન હાઇકોર્ટ બહુજન સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોના કૉંગ્રેસમાં વિલયને ગેરકાયદેસર ઠેરવે તો ગેહલોત સરકાર સંકટમાં આવી શકે છે.

(7:57 pm IST)