Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

ધોરાજી જુનાગઢ રોડ ઉપર એસટી અને કારના ગોઝારા અકસ્માતમાં ત્રણના મોત બાદ એસટી ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધાયો

ધોરાજી: ધોરાજીમાં શનિવારે બપોરે બે વાગ્યા આસપાસ ધોરાજી થી જુનાગઢ જતી ફોરવીલ તોરણીયા ના પાટીયા નજીક એસટી બસ હડફેટે લેતા ઘટનાસ્થળે બેના મોત થયા હતા બાદ સારવાર દરમિયાન પાટણવાવ ના તબીબનું અવસાન થતાં કુલ મૃત્યુઆંક ત્રણ ઉપર પહોંચ્યો હતો ઉપરોક્ત બનાવના સંદર્ભે મરણ જનાર દીકરીના વાલીએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં એસટી બસના ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે

  પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગળથ ગામે રહેતા મેહુલભાઈ વશરામ ભાઈ વેકરીયા એ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ કે તેમના મોટાભાઈ ખીમજી ભાઈ વેકરીયા ની દીકરી મોટીમારડ ખાતે હેલ્થ વિભાગ માં CHO તરીકે ફરજ બજાવતા સેજલ બેન ઉંમર વર્ષ 24 અને તેમના મોટા ભાઈ કાળુભાઈ નો દીકરો ધૃવિલ ઉંમર વર્ષ ૧૪ તેઓ મોટીમારડ ખાતેથી તેમના સંબંધી સુરેશ ભાઈ ગોરધનભાઈ વડાલીયા ની ફોરવીલ ઇન્ડિકા વિસ્ટા મોટીમારડ થી વડાલ જવા માટે નીકળ્યા હતા ત્યારે ધોરાજીમાં શનિવારે બપોરે 2 વાગ્યા આસપાસ ધોરાજી જૂનાગઢ રોડ ઉપર તોરણીયાના પાટીયા નજીક પહોંચતા સામેથી આવી રહેલ જુનાગઢ જામનગર રૂટની એસટી બસ નંબર g j 18 z 5523 ના ચાલકે માનવ જિંદગી જોખમાય એ રીતે ગફલત ભરી રીતે ચલાવી ફોરવીલ સાથે અથડાવી જેમાં મારા મોટાભાઈ ખીમજીભાઈ ની દીકરી સેજલ ઉંમર વર્ષ 26 તેમજ મારા બીજા મોટાભાઈ કાળુભાઈ નો દીકરો ધૃવિલ ઉંમર 14 નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું તેમજ કારના ચાલક સુરેશ ભાઈ ગોરધનભાઈ વડાલીયા જેઓને ગંભીર ઈજા થઈ હતી તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું જે બાબતે એસટી ડ્રાઇવર માનવ જિંદગી જોખમાઈ તે પ્રકારે ડ્રાઇવિંગ કરતા તેમની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા ઉપરોક્ત બનાવવાની ધોરાજીના મહિલા પી.એસ.આઇ નયનાબેન કદાવલા એ ipc કલમ 279/ 304a/ 337 એમ વી એક્ટ 177/ 184 આ મુજબનો ગુનો નોંધી જુનાગઢ જામનગર રૂટની એસટી બસના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉપરોક્ત બનાવવાની તપાસ મહિલા પીએસઆઇ નયનાબેન કદાવલા  ચલાવી રહ્યા છે

(5:24 pm IST)