Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

અખબારી અહેવાલનો પડઘો પાલિકાએ સાંભળ્યો : ધોરાજીના જેતપુર રોડ પર ખાડા બુરવા નગરપાલિકા દ્વારા કવાયત

માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ મરામતના કામ પરત્વે દુર્લક્ષ સેવાતા પાલિકાએ કામ કર્યું : જગદીશભાઈ રાખોલીયા ( શહેર કોંગ્રેસ પ્રમુખ)

ધોરાજી : ધોરાજીના જેતપુર રોડ પર ગોઠણ ડૂબ ખાડા પડતા લોકો હાલાકી ભોગવી રહ્યા હતા. જે અનુસંધાને અખબારોમાં અહેવાલ પ્રસિદ્ધ થતા ધોરાજી નગરપાલિકા દ્વારા રોડની મરામત નું કામ હાથ ધરાયુ હતું. ધોરાજી નો જેતપુર રોડ રાજ્ય સરકાર ના માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવતો હોય પરંતુ તહેવારોને અનુલક્ષી રાહદારી અને વાહનચાલકોને મુશ્કેલી ન પડે જેથી નગરપાલિકાના કારોબારી ચેરમેન જગદીશભાઈ રાખોલિયા,દિલીપભાઈ જાગાણી સહિત આગેવાનો દ્વારા આજરોજ જેતપુર રોડ પર ખાડા બુરી રોડ રીપેર કરાયો હતો.

આ મામલે ધોરાજી પાલિકાના કારોબારી ચેરમેન અને ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ રાખો લિયા એ જણાવેલકે જેતપુર રોડ, જૂનાગઢ રોડ, ઉપલેટા રોડ એ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો રોડ છે. જેની મરામત જે તે વિભાગે કરવાનો રહે છે. પરંતુ આરએનબી વિભાગ દ્વારા દુર્લક્ષ સેવાતા અંતે પાલિકા દ્વારા રોડની મરામત કરવામાં આવી છે.

(4:12 pm IST)