Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

મુખ્યમંત્રી રૂપાણી જામનગર કલેકટર કચેરીએ પહોંચ્યા : કોરોનાના કહેરની સમીક્ષા કરી

મંત્રી,આર,સી,ફળદુ,ધર્મેન્દ્રસિંહ જાડેજા,સાંસદ પૂનમબેન માડમ ,ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિતના ઉપસ્થિત

જામનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કલેકટર કચેરીએ આવી પહોંચ્યા હતા. વરસતા વરસાદ વચ્ચે CM રૂપાણી તેમના કાફલા સાથે કોરોનાના કહેરની સમીક્ષા કરવા આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગરની કલેકટર કચેરી ખાતે કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા,સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ ઉપરાંત કલેકટર રવિશંકર, કમિશ્નર સતિષ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મેરેથોન બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર
 

(8:03 pm IST)