Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

કાંટેલા ગામથી ખીમેશ્વર મંદીર તરફ જતા રસ્તે કેનાલની કાંઠે જાહેરમાં જુગાર રમતા ત્રણને ઝડપી લેતી મિંયાણી-મરીન પોલીસ

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો. રવિ મોહન સૈનીની સુચના મુજબ પોરબંદર જીલ્લામાંથી દારૂ/જુગારની બદી દૂર કરવા માટે આપેલ સુચના અન્વયે તથા પોરબંદર શહેરના ઈન્ચાર્જ ગ્રામ્ય ડી.વાય.એસ.પી  જે.સી.કોઠીયાના માર્ગદર્શન હેઠળ મિંયાણી-મરીન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર યુ.બી.અખેડ તથા પિયુષભાઇ રણમલભાઇ અના.પોલીસ કોન્સટેબલ તથા અશ્વીનભાઇ વેજાભાઇ વરૂ અનાર્મ્ડ લોકરક્ષક તથા અરવિંદભાઇ કરશનભાઇ ખરા અનાર્મ્ડ લોકરક્ષક તથા કારાભાઇ મુરુભાઇ હુણ અનાર્મ્ડ લોકરક્ષક સાથે મિંયાણી-મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન કાંટેલા ગામથી ખીમેશ્વર મંદીર તરફ જતા રસ્તે કેનાલની કાંઠે જાહેરમાંથી અમુક ઇસમો પૈસા તથા ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો (તિન પત્તીનો) હારજીતનો જુગાર રમતા રોકડા રૂા.૧૭,૮૭૦ ના મુદામાલ સાથે મળી આવતા તેઓની સામે જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી.કરાવેલ છે.
 
 પકડાયેલ આરોપી(૧) રામાભાઇ સુકાભાઇ કેશવાલા (  ઉ.વ.૪૦ )ધંધો-ખેતી (  રહે. રાતડી ગામ વાડી વિસ્તાર,જંગર સીમ તા.જી.પોરબંદર)(૨) પરબતભાઇ રણમલભાઇ ઓડેદરા (ઉ.વ.૩૮ )ધંધો-ખેતી (રહે. કાંટેલા ગામ,બાહરૂ સીમ તા.જી.પોરબંદર (૩) નાગાભાઇ જેઠાભાઇ કુછડીયા (ઉ.વ.૫૦) ધંધો-ખેતી (રહે.કુછડી બોરડી સીમ તા.જી.પોરબંદર)ને ઝડપી ધોરણસરની  કાર્યવાહી હાથ ધરાઈ છે                            
આ  કામગીરીમાં મિંયાણી-મરીન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ.યુ.બી.અખેડ ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર તથા પિયુષભાઇ રણમલભાઇ,અના.પોલીસ કોન્સટેબલ તથા અનાર્મ્ડ લોકરક્ષક અશ્વીનભાઇ વેજાભાઇ વરૂ તથા અનાર્મ્ડ લોકરક્ષક અરવિંદભાઇ કરશનભાઇ ખરા તથા અનાર્મ્ડ લોકરક્ષક કારાભાઇ મુરુભાઇ હુણ વિગેરે સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.

(10:43 pm IST)