Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન : ધાંગ્રધ્રામાં 7 ઇંચ ખાબક્યો :વઢવાણમાં સાડા પાંચ અને ચુડામાં 4 ઇંચ,વરસાદ

પાટડી દસાડા,થાનગઢ,લખતર,લીબડી અને મુળીમાં ત્રણ ઇંચ વરસાદ :સાયલામાં અઢી ઇંચ

 

સુરેન્દ્રનગર જિલ્લામાં  આજે સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે આજે સાંજે છ વાગ્યા સુધીમાં જિલ્લાના ધાંગ્રધ્રામાં સૌથી વધુ 168 મિમિ એટલે કે પોણા સાત ઇંચ જેવો જોરદાર વરસાદ ખાબક્યો છે જયારે વઢવાણમાં 132 મિમિ,સાડા પાંચ ઇંચ,ચુડામાં 102 મિમિ એટલે કે ચાર ઇંચ જેવો વરસાદ વરસ્યો છે જિલ્લાના પાટડી દસાડામાં 78 મિમિ,થાનગઢમાં 81 મિમિ,લખતરમાં 76 મિમિ,લીબડીમાં 72 મિમિ,મુળીમાં 90 મિમિ, સાયલામાં 69 મિમિ વરસાદ પડ્યો છે

(10:05 pm IST)