Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

નવલખી બંદરેથી ડ્રાઇવર ૨૦ લાખનુ ડમ્પર હાંકારી છનન

મોરબી તા. ૦૯ : માળિયા મિયાણાના નવલખી બંદરેથી ટ્રાન્સપોર્ટ ના વેપારીનું ડ્રાઈવર રૂપિયા વિસ લાખનું ડમ્પર ચોરી ગયાની ફરિયાદ પોલીસમાં થઇ છે.

બનાવની મળતી વિગત મુજબ ગાંધીધામ રહેતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય કરતા કૈલાશ ભગવનજીભાઈ ગઢવી એ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે રાજસ્થાન રહેતો અને તેમના ટ્રાન્સપોર્ટમાં કામ કરતો રતન ગોમરામ ચૌધરી જે નવલખી થી અમદાવાદ તેમની કોલસાનું ડમ્પર નંબર જી.જે.૧૨.બી.ટી. ૫૭૮૩ ચલાવે છે જે ગત તારીખ ૫ ના રોજ સાંજે નવલખી થી કોલસો ભર્યા વગર રૂપિયા ૨૦ લાખનું ડમ્પર હાંકારી નાસી ગયો છે આ અંગે પોલીસે ગુનો નોંધી જેની વધુ તપાસ માળિયા પોલીસના એમ.એલ.ઝાલા ચલાવી રહ્રયા છે.

(3:49 pm IST)