Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

વાંકાનેરમાં સવારે ધીમી ધારે વરસાદઃ મચ્છુ - ૧ ડેમની સપાટીમાં વધારો

વાંકાનેર તા. ૯: વિરામ બાદ વાંકાનેર શહેર અને પંથકમાં આજ સવારથી ધીમી ધારે શરૂ થયેલ મેઘ મહેર હવે ગતિ પકડી રહી છે.સર્વત્ર મેઘાવી માહોલ જામતો જાય છે. આ લખાય છે ત્યારે પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે.વાંકાનેર નજીકના ૪૯ ફુટની ઉંચાઇ ધરાવતા મચ્છુ-૧ ડેમની સપાટી ૩પ ફુટને ૬૦ દોરા પહોંચી છે. મચ્છુ-૧ ડેમ વિસ્તારમાં પણ વરસાદ ચાલુ છે અને વરસાદી નીરની આવક પણ સતત થઇ રહી છે.

(11:53 am IST)