Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

દામનગર જે.ડી.પાર્કમાં પ્રેરણાત્મક વૃક્ષારોપણ

દામનગરઃ શહેરમાં ઢસા રોડ ઉપર આવેલ જે.ડી.પાર્ક સોસાયટી ના રહીશો નું નગરપાલિકા ના પ્રમુખ ના વરદ હસ્તે અનોખું વૃક્ષારોપણ કર્યુ સોસાયટી઼ના રહીશો એ દ્યર દીઠ એકવીસો રૂપિયા આપી વૃક્ષારોપણ સ્થળે વૃક્ષ ઉછેર થઇ શકે તેવી સુંદર વ્યવસ્થા સાથે તાર ફેન્સીગ કર્યાં બાદ વૃક્ષારોપણ કરી વૃક્ષ ઉછેર માટે પ્રથમ સુવિધા કરી એક લાખથી વધુ રકમનો ખર્ચ કરી વૃક્ષ દેવોભવ સાથે સુંદર રીતે વૃક્ષારોપણ કર્યું હતુ.   જે.ડી. પાર્ક સોસાયટીમાં રહીશોનું પ્રેરણાત્મક અભિગમ વૃક્ષ ઉછેર કરવા સામુહિક પ્રતિજ્ઞા લેતા રહીશો નિલેશભાઈ કોલડીયા,વિપુભાઈ વોરા, શેલેશભાઈ મહેતા,જીજ્ઞેશ ભાઈ ઠાકર, ભરત ભાઈ ભટ્ટ, દેવચંદભાઈ આલગિયા, જેન્તીભાઈ જલાલપુર વાળા, નટુભાઇ ભાતિયા,સંજય ભાઈ રાણીપા,રમેશ ભાઈ ભડકોલીયા, રાજુ ભાઈ ચુડાસમા નજરે પડે છે. (તસ્વીર વિમલ ઠાકર )

(11:44 am IST)