Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

મુન્દ્રાના કપાયા ગામે ચા નાસ્તા સાથે ગાંજો વેંચનાર દુકાનદાર ઝડપાયો

ભુજ તા.૦૯ :મુન્દ્રા પોલીસે નાના કપાયા ગામે લેબર કોલોનીમાં ગાંજો વેંચનાર પરપ્રાંતીય ધંધાર્થીને ઝડપી પાડ્યો હતો. શકિતનગર સોસાયટી પાસે ચા નાસ્તાની દુકાન ધરાવતા રામકરણ મોહરમસિંહ શાખ નામના વ્યાપારીની ૧ કિલો ૪૬૧ ગ્રામ ગાંજા (કિંમત રૂ. ૮૭૬૬) સાથે પોલીસે ધરપકડ કરી હતી.ઇન્ચાર્જ પીઆઇ ડી.એમ. ઝાલા અને સ્ટાફે આ કામગીરી પાર પાડી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

(11:41 am IST)