Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

શરદી-ઉધરસની દવા કોલા વોટરથી નશો કરવાનું કારસ્તાનઃ રાજુલામાં ગેરકાયદે વેચાણ ઝડપાયું

૧૦ નંગ બોટલ સાથે વિનુ બાબરિયાની ધરપકડઃ ૬૧ હજારનો મુદ્દામાલ જપ્તઃ દુકાન માલિક સામે પણ ગુન્હો નોંધાયો

રાજુલા તા. ૯: અહીં ખાતે શરદી-ઉધરસની દવા કોલા વોટરનું સેવન કરી નશો કરાવવાનું કારસ્તાન ઝડપી લઇ ૧૦ બોટલ કોલાવોટર સાથે ૨૧ વર્ષીના શખ્સને પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી  કરેલ છે.

આ અંગેની વિગતો મુજબ અમરેલી જિલ્લાના પોલીસ અધિકારી નિલિપ્તે રાય તેમજ મે.ડીવાયએસપી શ્રી માવાણી સાવરકુંડલાની સુચના અનુસાર રાજુલા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીની પ્રવૃતિ બીલકુલ નસ્ત નાબુદ કરવાની કામગીરી કરતા રાજુલા સીટી વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી અમુક ઇસમો મેડીકલ સ્ટોરમાં મળતી કોલા વોટર (શરદી ઉધરસ) માં વપરાતી કેફી દ્રવ્યો વાળી બોટલો જે ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ ન કરી શકાય તેવી બોટલો બજાર કિંમત કરતા વધારે કિંમતમાં દારૂનું સેવન કરતા લોકોને વેચતા હોઇ તથા આ કોલા વોટરની બોટલ પીને અનેક શખ્સો જાહેરમાં બીભત્સ વર્તન કરતા હોય અવાર-નવાર પોલીસ સ્ટેશનમાં આવા તોફાની લોકોની ફરીયાદો મળતી હતી.

આથી આ બોટલોનું ગેરકાયદે વેચાણ બંધ કરવા માટે આજરોજ પી.આઇ. યુ.ડી.જાડેજા રાજુલા પો.સ્ટે. તથા પો.સ્ટાફના માણસોએ આ કોલા વોટરનું વેચાણ બંધ કરવા માટે રાજુલા જાફરાબાદ રોડ ઉપર આવેલ હિરાપન્ના કોમ્પલેક્ષમાં ''જય રાજપુતાના'' લખેલ દુકાનમાં પંચો સાથે રેઇડ કરતા એક પ્લાસ્ટીકની થેલીમાં ફોટામાં જણાવેલ કોલાવોટર બોટલો નંગ-૧૦ કિં રૂ. ૫૦૦/- તેમજ વેચાણ કરેલા નાણા રૂ. ૫૪૦/- તેમજ જેેસેવન મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા મો.સા.નં. જીજે. ૧૪ કયુ ૬૬૧૪ કિ.રૂ. ૫૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૬૧,૦૪૦/- સાથે આરોપી વિનુભાઇ હામુભાઇ બાબરિયા ઉ.વ.૨૧ રહે. રાજુલા વડનગર વાળાને પકડેલ છે તેમજ દુકાન માલીક કાઠી દરબાર નરેન્દ્રભાઇ બચુભાઇ ધાખડા રહે. રાજુલા વાળા છે તેઓ બંને વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે. પ્રોહી ગુરનં. ૧૭૮/૧૮ પ્રોહી કલમ ૬૫-એ, એ ૯૮(ર), ૮૧,૧૧૬ બી મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

(3:36 pm IST)