Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

મોરબી એલસીબીએ બે સ્થળેથી અડધા લાખનો દારૂ પકડયો : એકની ધરપકડ

લાલજી આહીર પકડાયા બાદ ભવાની ફાર્મમાં દરોડો : ફાર્મ માલીક મેણંદ રાઠોડની શોધખોળ

તસ્વીરમાં દારૂનો જથ્થા સાથે પકડાયેલ શખ્સ નજરે પડે છે. (તસ્વીર-પ્રવિણ વ્યાસ-મોરબી)

 મોરબી, તા. ૯ : મોરબી એલસીબીએ બે સ્થળે દરોડા પાડી અડધા લાખના દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જયારે અન્ય એકની શોધખોળ હાથ ધરાઇ છે.

પોલીસ અધિક્ષક મોરબી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ આર.ટી. વ્યાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને પ્રોહીબીશનની બદ્દી નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ મિયાત્રાને ખાનગીરાહે મળેલ હકીકત આધારે મોરબી નવલખી રોડ, લાયન્સનગરમાં આવેલ મેણંદભાઇ આલાભાઇ રાઠોડના રહેણાંક મકાનમાંથી આરોપી લાલજીભાઇ ગગુભાઇ અવાડીયા-આહીર રહે. મોરબી-ર, નવલખી રોડ, અમૃત પાર્ક સોસાયટી વાળાને ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ર૧ કિ. ૯,૧ર૦ સાથે પકડી પાડી મોરબી સીટી બી-ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

તેમજ પકડાયેલ આરોપીને આ ઇંગ્લીશદારૂ કયાંથી કોની પાસેથી લાવી કોના વતી વેચતો હતો જે બાબતે પૂછતા આ પકડાયેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો મોરબી તાલુકાના નાગડાવાસ ગામના મેણંદભાઇ આલાભાઇ રાઠોડનો હોય, તેઓએ તેમના ભવાની ફાર્મ હાઉસમાંથી આપેલ હોય તેમના કહેવાથી વેચતો હોવાનું જણાવતા મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ વિદરકા ગામના પાટીયા સામે ડીસન્ટ હોટલ પાસે નવદુર્ગા હોટલ પાછળ આવેલ ભવાની ફાર્મ હાઉસમાં રેઇડ કરતા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦૮ કિ. ૩,૪૩,ર૦૦ની પ્રોહ. મુદામાલ મળી આવતા કબ્જે કરી ભવાની ફાર્મ હાઉસના માલીક મેણંદભાઇ આલાભાઇ રાઠોડ વિરૂદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

આમ મોરબી એલ.સી.બી.એ કુલ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧ર૯ કિ. ૩,પર,૩ર૦ના પ્રોહી. મુદામાલ સાથે એક આરોપીને પકડી અને એક આરોપીનું નામ ખોલાવી અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં બે ગુના રજીસ્ટર કરાવેલ છે.

(3:35 pm IST)