Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

હળવદમાં ઝડપાયેલા સસ્તા અનાજના જથ્થાવાળું કારખાનું સીલ

હળવદ, તા.૯: હળવદમાં સરકારી અનાજ કૌભાંડ પ્રકરણમાં  મામલતદાર વી.કે. સોલંકીની ટિમ દ્વારા એલિગન્સ ફૂડ એન્ડ પ્રોસેસિંગ પ્રા. લી ના ગોડાઉનમાં સ્થળ તપાસ કરવામાં આવી હતી અને હિસાબમાં ગોટાળા અને ગેરરીતિ ધ્યાને આવતા ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે જેમાં સીઝર હુકમ કરતા મામલતદારે જણાવ્યું છે કે ગોડાઉનની તપાસ દરમિયાન ક્ષતિઓ માલૂમ પડી છે જેવી કે તપાસણી સમયે લાઇસન્સની શરતો મુજબ હિસાબી સાહિત્ય કેવું કે ખરીદી વેચાણ અંગે કોઈ રજીસ્ટર નિભાવેલ નથી કે રજૂ કરેલ નથી જેથી અગાઉની ઘઉંની ખરીદી કરી તે જાણી શકાય તેમ નથી.

તે ઉપરાંત ખરીદ કરવામાં આવેલ ઘઉંનો જથ્થાનો જે ગોડાઉનમાં સ્ટોરેજ કરવામાં આવે છે તેમાં ઘઉંના કટ્ટા અસ્તવ્યસ્ત હાલતમાં રાખેલ હોય જેથી જથ્થાની ગણતરી કરવી મુશ્કેલ હોય ગોડાઉનના જથ્થાની ગણતરી થઇ શકેલ નથી જેથી તાપસ દરમિયાન ફેકટરીમાં કેટલો જથ્થો આવેલ છે તે જાણી શકાય તેમ નથી જેથી હાજર જથ્થાની ગણતરી કરવામાં સમય લાગે તેમ હોવાથી તાપસ કરતા સમય સુધી યથાસ્થિતિ આ જાળવી રાખવામાં આવે તે હેતુથી ગુ. આ.ચી.વ. ઓના વેપારીનું નિયમન કરવા ૧૯૭૭ ની કંડિકા ૧૧ હેઠળ મળેલ સત્તાની રૂએ ફેકટરીના મેઈન ગેઇટથી પ્રવેશતા ડાબી બાજુ આવેલ ગોડાઉનમાં પડેલ જથ્થો યથાસ્થિતિ જાળવી રાખવા સ્થગિત કરી ગોડાઉનને સીલ કરવામાં આવે છે.

(3:34 pm IST)