Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

જામનગરની ચિલ્ડ્રન હોમના ફાધર સામે શારીરિક - માનસિક ત્રાસની પોલીસ ફરિયાદ

 જામનગર તા. ૯ : અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિભાભાઈ કાનાભાઈ મેવાડા એ ફરીયાદ નોંધાવી છે કે, રણતસાગર રોડ, ચિલ્ડ્રન હોમ, આ કામના આરોપી સુમિતભાઈ બાબુભાઈ દાવદરા, ચિલ્ડ્રન હોમના હાઉસમાં ફાધર તરીકે ફરજ બજાવતા હોય તેમને ચિલ્ડ્રન હોમના નિયંત્રણમાં રહેતા બાળકો પૈકિના અમુક બાળકોને બિન જરૂરી શારીરિક માનસીક ત્રાસ આપી લાફાથી મારામારી તેમજ કોમ્પ્યુટરના ડેટા કેબલ થી કરંટ આપવાનો ડર બતાવી તેમજ ક્રિકેટના સ્ટમ્પ વડે મારમારી જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

એલ.સી.બી. શાખાએ દારૂની મહેફીલના રંગમાં ભંગ : સાત ઝડપાયા

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના હેડ કોન્સ. રામદેવસિંહ મહીપતસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, જોલીબંગલા, લોકવ્યુ હોટલ પાસે જામનગરમાં આ કામના આરોપી સશાંકદાસ પ્રાણકિષ્નદાસ, મનોજ અરજણભાઈ મંગે, પરસોતમભાઈ ઉર્ફે પસો શંભુભાઈ મંગે, જગદીશ હેમનદાસ રામનાણી, મહેન્દ્ર ઉર્ફે મસાની કરશનભાઈ માવ, પ્રવિણભાઈ ઉર્ફે મમરો જગદીશભાઈ ભદ્રા, કરણ ઉર્ફે કરણો વસંતભાઈ મેણસીભાઈ ગોરી રે. જામનગર વાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર લેકવ્યુ હોટલ ના રૂમ નં. ૧૦૬ માં ઈંગ્લીશ દારૂની મહેફીલ કરતા ઈંગ્લીશ દારૂની ૩૦૦ મી.લી ની બોટલ કિંમત રૂ.૧૦૦ તથા ખાલી પ્લાસ્ટીકના ગ્લાસ નંગ– પ ના મુદમાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

માથાકુટ થતાં વચ્ચે પડતા મારમાર્યો

 અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રવિરાજસિંહ યોગેન્દ્રસિંહ જેઠવા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮–૮–ર૦૧૮ના વી.એમ.મહેતા મ્યુનિસિપલ કોલેજ ના ગ્રાઉન્ડમાં ફરીયાદીના રવિરાજસિંહના મિત્ર સાહેદ પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે આ કામના આરોપી મુસ્તાક હનિફભાઈ સોલંકી, અસલમ અબ્બાસ દલ, અફઝલ રે. જામનગરવાળા કોઈપણ કારણોસર ઝઘડો કરતા હતા તેને છોડાવવા ફરીયાદી રવિરાજસિંહ તથા સાહેદ હરપાકસિંહ કુવરસિંહ જેઠવા વચ્ચે પડતા આ કામના આરોપી અફઝલ એ ફરીયાદીને જમણા પગમાં લાકડાના ધોકાથી બે ઘા કરી મુંઢ ઈજા કરી તથા ફરીયાદી રવીરાજસિંહ ને તથ સાહેદને ત્રણેય ને મુંઢ મારમારી ગાળોઆપી ફરી મળશો તો મારશુ તેવી ધમકી આપી જાહેરમાં લાકડાના ધોકા સાથે આવતા હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

મોટા થાવરીયા ગામે જુગાર રમતા ૬ ઝડપાયા

અહીં પંચ 'એ' પોલીસ સ્ટેશનમાં કોન્સ. શૈલેષભાઈ રમેશભાઈ રાઠોડએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮–૮–ર૦૧૮ના મોટાથાવારીયા ગામ ભવ્યનગરી સામે ઈટોના ભઠ્ઠા પાસે આ કામના આરોપીઓ છગનભાઈ અમરાભાઈ મકવાણા, વિજયભાઈ લાલજીભાઈ વાઘેલા, પ્રવિણભાઈ અમરાભાઈ મકવાણા, સચીનભાઈ બાબુભાઈ જોષી, પ્રવિણભાઈ દેવજીભાઈ શેખવા, કમલેશભાઈ મોહનભાઈ મકવાણા રે. મોટા થાવરીયા ગામ તા.જિ.જામનગરવાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦,૧૬૦ તથા મોટરસાયકલ નંગ– ર, િંકંમત રૂ.૪પ,૦૦૦ મળી કુલ રૂ. પપ,૧૬૦ના મુદામાલ સાથે પકડાઈ ગયેલ છે.

વર્લીમટકાના આંકડા લખતો ઝડપાયો : એક ફરાર

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮–૮–ર૦૧૮ના ગુલાબનગર રોડ, લકકી પાન આગળ ઢાળીયા પાસે, જાહેરમાં આ કામના આરોપી ભરત મનસુખભાઈ નાનાણી, જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી જુગાર રમી વર્લીના આંકડાની કપાત આ કામના આરોપી ચંદુભાઈ  રે. જામનગરવાળા ના મો. ૯૮ર૪રર૭૪૮૯  વાળા પાસે કરાવી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૭૯૦ સાથે  ઝડપાઈ ગયેલ છે તથા આ કામનો આરોપી ચંદુભાઈ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(3:34 pm IST)