Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

કચ્છનાં મુંદ્રામાં પોણો ઇંચઃ સોૈરાષ્ટ્રમાં હળવા-ભારે ઝાપટા

રાજકોટ તા.૯: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં આજે હવામાનમાં પલ્ટો આવ્યો છે અને કચ્છના મુંદ્રામાં પોણો ઇંચ વરસાદ પડયો હતો.

જયારે રાજકોટ સહિત સોૈરાષ્ટ્રમાં હળવા-ભારે ઝાપટા પડયા હતાં.

આજે વડિયા, ખંભાળીયા, જામનગર, કચ્છના અંજાર, ગાંધીધામ, અબડાસા, માંડવી, નખત્રાણા, ઉપલેટા, વિરમગામ, ધોરાજી, માંગરોળ, સુરેન્દ્રનગર, જસદણ, ધ્રાંગધ્રા, બાબરા, લાલપુર, દેવગામ, ભાણવડ સહિતના વિસ્તારોમાં હળવા-ભારે ઝાપટા પડયા હતા.(૧.૨૭)

(3:28 pm IST)