Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

પોરબંદરમાં દલિત અગ્રણીએ રાષ્ટ્રપતિ સમક્ષ કરી ઈચ્છામૃત્યુની માંગ ;કલેકટર કચેરીએ ઉપવાસ આંદોલન :જીવનું જોખમ હોવાથી રક્ષણની કરી માંગણી

પોરબંદરના દલિત અગ્રણી સુમન ચાવડાએ રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છામૃત્યુની માંગ કરી છે. તેમજ કલેકટર કચેરીએ ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે. પોતાના જીવનું જોખમ હોવાનું કહીને સુમન ચાવડાએ પોલીસ પાસે રક્ષણની માંગ કરી હતી.

પોલીસ રક્ષણ આપતી ન હોવાનો આક્ષેપ લગાવી રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. તો કલેકટર કચેરીએ ઉપવાસ આંદોલન સમયે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ખડકી દેવાયો છે

(1:28 pm IST)