Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ઉપલેટામાં ખેડૂતોના દેખાવો :ગાંધીચોકમાં જેલભરો સત્યાગ્રહ : 55થી વધુ ખેડૂતોની અટકાયત

 ઉપલેટામાં ખેડૂતોએ દેખાવો કર્યા છે ,પાકના પોષણક્ષમ ભાવો, વીમા યોજના, ખેડૂતોને પાકના પોષણક્ષમ  ભાવ મળતા નથી.વીજળી સહિતના પ્રશ્નો પર ગુજરાત કિસાન સભાએ દેખાવો કર્યા હતા. આ સમયે પોલીસ અને ખેડૂતો આમને-સામને આવી ગયા છે. ઉપલેટાના ગાંધી ચોક પાસે જેલભરો સત્યાગ્રહ યોજાયો હતો.

ખેડૂતો પાસેથી હજારો રૂપિયાનુ પ્રિમીયમ વસુલવામાં આવે છે પંરતુ પાક નિષ્ફળત થતા નહીવત પાક વિમો આપવામાં આવતો હોવાનો આરોપ લગાવવામાં  આવ્યો હતો અને આ તમામ મુદ્દાને લઈને ખેડૂતોએ દેખાવો કર્યા હતા. ખેડૂતોએ રેલી સ્વરૂપે બસ સ્ટેન્ડ પહોંચ્યા અને ચક્કાજામ કર્યો. ત્યારે પોલીસ અને ખેડૂતો આમને સામને આવી ગયા હતા. તેમજ 55થી વધુ ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી છે.

(1:23 pm IST)