Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

હાર્દિક પટેલ વિરૂધ્ધ રાષ્ટ્રદ્રોહ લાગે તો મગફળી કોૈભાંડ કરનારા સામે રાષ્ટ્રદ્રોહ લાગવો જોઇએઃ ભાયાવદરમાં પાસની મીટીંગમાં આક્રોશ

ભાયાવદર તા.૯: ભાયાવદર શહેરના પાટીદાર સમાજના અનામત આંદોલન અંગે એક અગત્યની મીટીંગ રાખેલ હતી. આ મીટીંગમાં પાટીદાર સમાજના પનોતા પુત્ર હાર્દિક પટેલ તા. ૨૫ ઓગષ્ટના રોજ અમદાવાદ મુકામે પાટીદાર સમાજના લોકોને અનામતનો લાભ અપાવવા માટે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાના છે. ત્યારે ભાયાવદર શહેર અનામત આંદોલનનું એપી સેન્ટર તરીકે ઓળખાઇ  છે. ત્યારે આપણે મારો સમાજ મારી ફરજ પ્રમાણે હાર્દિકની સાથે રહી સહકાર આપવા વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપી આ ઉપવાસ આંદોલનની મીટીંગમાં જોડાવા એક સુરે હાકલ કરેલ છે.

સાથે આજની મીટીંગમાં એક ઠરાવ પસાર કર્યો છે. કે સમાજ માટે સમર્પિત લડાઇ લડી રહેલ અમારા હાર્દિક પટેલ ઉપર રાજદ્વોહનો ગુનો લગાડવામાં આવે તો હાલ ગુજરાત સરકારનું રૂપિયા ચાર હજાર કરોડનું જે મગફળીનું કોૈભાંડ બહાર આવી રહયુ છે. તેમાં ઉચ્ચ સ્તરીય કમીટી બનાવી તેમાં વિપક્ષના નેતાઓને સાથે રાખી તટસ્થ રીતે તપાસ કરીને જે લોકોએ આ કોૈભાંડ કરેલ છે. તેમને કોઇપણ જાતની સેહ શરમ રાખ્યા વગર રાષ્ટ્રદ્રોહનો ગુનો શા માટે ન લગાવવામાં આવે?

કારણ કે આ મગફળીમાં માટી નાંખી કરોડો રૂપિયાનું મગફળી કોૈભાંડ કરેલ છે. તે કરોડો રૂપિયા આ રાજયની પ્રજાના ટેક્ષના પૈસા છે. માટે તે પૈસા ગુજરાત રાજયની સંપતિ છે. તેઓએ ભ્રષ્ટાચાર કરી રાજયને ુખુબ જ નુકશાન થયું છે. માટે જો હાર્દિક પટેલ વિરૂઘ્ધ રાષ્ટ્રદ્રોહ લાગે તો આ કોૈભાંડ કરનારા લોકો સામે પણ રાષ્ટ્રદ્રોહ લાગવોજ જોઇએ.

 આ બાબતની તપાસ કરાવી મહા મુહિમ રાજયપાલને પત્ર ઠરાવ કરીને મોકલી આપ્યો છે.

આ ઠરાવમાં ભાયાવદર શહેર સહિત આજુબાજુના વિસ્તારમાંથી ૧૨૦૦ જેટલા પાટીદારભાઇઓ તથા બહેનોએ હાથ ઉંચો કરી સર્વાનુંમતે ઠરાવ પસાર કર્યો છે.

આ મીટીંગમાં રાજકોટ જિલ્લાના પાસના સહ કન્વીનર નયનભાઇ જીવાણી જિલ્લા પાસના મહિલા, કન્વીનર રેખાબેન સીણોજીયા, ઉપલેટા પાસના જતીનભાઇ ભાલોડીયા, મુન્નાભાઇ, વિપુલભાઇ કોલકીના ચંદુભાઇ જાગાણી, દિપકભાઇ ચાંગેલા, સાજડીયારીના સરપંચ હરીભાઇ ફળદુ, તાલુકા પંચાયતના સદસ્ય નવીનભાઇ દલસાણીયા, અરણી ગામના પાસના મનીષભાઇ, પંકજભાઇ તેમજ ભાયાવદર શહેરના પાટીદાર સમાજના ભાઇઓ અને બહેનો સહિત આશરે બારસો પાટીદારોએ હાજરી આપેલ હતી.

(12:18 pm IST)