Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

તળાજા મહીલા RFOએ બે ડફેરો પાસેથી બે જામગરી પકડી

તળાજા તા. ૯: તળાજા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કિંજલ દવે દ્વારા  શિકારીઓ વિરુધ્ધ કડક હાથે કાયદેસરની કામગીરી કરવા કમર કસવામાં આવી છે. વન વિભાગના લેડી સિંઘમ  કહી શકાય તેરીતે  આખીરાત  ભુંગર ગામની સિમમાં રખળપાટ - વોચ ગોઠવી શિકારીઓને નિલગાયનો શિકાર કરતા ઝબ્બે કર્યો જેમા તાસમાં બે ડકેર શખ્સો મહમદ નાનુભાઇ કુરેશી તથા સુલેમાન કાતીયાર પાસેથી   જામગરી બંદુક  ઝડપાતા બંને શખસો વિરુધ્ધ દાઠા પોલીસ મથકમાં ફૌજદારી રાહે કાર્યવાહી કરવાના ભાગરૂપે એફઆઇઆર નોંધાવેલ.

દાઠા પોલીસે  આર્્સ એકટ હેઠળ મુજબ ગુનો નોંધી તપાસ પો.સ.ઇ એન.એ. ગોહિલ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

 

(12:15 pm IST)