Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ઉપલેટામાં ટ્રાફિકને અડચણરૂપ રેંકડીઓ હટાવાયીઃ ૭ સામે ફરિયાદ

ઉપલેટા તા. ૯: ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ. તરીકે શ્રી ભટ્ટે એ ચાર્જ સંભાળ્યા બાદ શહેરમા ચાલતા દારૂ-જુગાર અને વરલી મટકાના ધંધાર્થીઓ ઉપર ઘોંસ બોલાવી સપાટો બોલાવી બાદ પી.આઇ. શ્રીભટે શહેરના મુખ્યમાર્ગો ઉપર પોતાના સ્ટાફ સાથે નીકળી અને શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ થતા વાહનો અને રેંકડીઓનો સફાયો કરી રાજમાર્ગને સાફ કરાવેલ હતો.

દરમ્યાન ઉપલેટાની કટલેરી બજાર ખાતે મોટા પ્રમાણમાં  કટલેરી હોજીયરી ધરાવતા રેંકડી ધારકો પોતાની રેકડી બન્ને સાઇડ રાખી રોડ પરની જગ્યા દબાવતા હોવાની ફરીયાદ સાથે તેમને હટાવતી વખતે ઉપલેટાના સાત વેપારીઓ સામે ફરીયાદ લઇ રોડની બન્ને સાઇડ ખુલ્લી કરાવેલ હતી.

 

(12:13 pm IST)