Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ગોંડલમાં ગરાસીયા પરિવારના ઘરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : તસ્કર બેલડી ઝબ્બે

ચોરાઉ દાગીના ખરીદનાર સોની વેપારીની પણ ધરપકડ : પી.આઇ. રામાનુજની ટીમને સફળતા : ચોરાઉ ૭૬ હજારનો મુદ્દામાલ કબ્જે

તસ્વીરમાં પકડાયેલ તસ્કરો (નીચે બેઠેલા) સાથે પોલીસ સ્ટાફ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ, તા. ૯ : ગોંડલના સ્ટેશન પ્લોટમાં ગરાસીયા પરિવારના ઘરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ચોરાઉ ૭૬ હજારના મુદામાલ સાથે તસ્કર બેલડી અને સોની વેપારીને ઝડપી લીધા છે.

જીલ્લા પોલીસ અધિક્ષક બલરામની સુચનાથી તથા ગોંડલ ડીવાયએસપી ડી.એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પો.સ્ટે.ના પી.આઇ. કે.એન. રામાનુજ વાઘેલા, પીએસઆઇ એસએમ. રાદડિયા હે.કો. એસ.એ. વાઘેલા, જે.સી. રાણા, પીસી જયેન્દ્રસિંહ વાઘેલા, પ્રહલાદસિંહ રાઠોડ તથા રૂપકભાઇનાઓ પેટ્રોલીંગ હતાં દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે આરોપી કરણ અશોકભાઇ પરમાર દે.પૂ. ઉવ. ૧૯ રહે સરકારી દવાખાના પાસે ખાડામાં વાળાએ ચોરી કરેલ અને ચોરી કરેલ મુદામાલ પોતાના રહેણાંક મકાને રાખેલની હકીકત મળતા મજકુરને ચોરી ગયેલ સોના ચાંદીના દાગીના તથા ટીવી તથા હોમથીયેટર વગેરે મુદામાલ સાથે અટક કરેલ છે તેમજ મજકુર આરોપીએ ચોરી કરેલ સોનાના દાગીના ગોંડલ વચલી શેરી દુકાન ધરાવતા અંકુશ આપભાઇ સાવંતભાઇ મરાઠી ઉ.વ.૪૩ રહે. ગોંડલ ભોજરાજપરા વૃંદાવન નગર વાળાને પણ પકડી પાડી સદરહું આ ગુન્હાના કામે અટક કરેલ છે. તેમજ ચોરાઉ ૭૬ હજારનો મુદામાલ કબ્જે કરેલ છે. ચોરીમાં સામેલ સગીરને પણ દબોચી લેવાયો છે.

 

(12:16 pm IST)