Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

જસદણના વેપારીઓના બુધવાર બેવડાયો નકલી વ્યઢંળોનો રીતસર આંતક

 જસદણ તા.૯: જસદણમાં બુધવાર વેપારીઓને સવારથી સાંજ સુધી નકલી વ્યંઢળો દ્વારા રીતસર લુંટ ચલાવવામાં આવી હોવા છતાં પોલીસને જાણ સુધ્ધા ન કરતા ભારે કુતુહલ સર્જાયુ હતુ.

સવારે હજુ વેપારીઓએ વેપારમાં બોણી પણ નહોતી કરી ત્યાં પાંચ થી છે જેટલા નકલી વ્યઢંળો જાણે ટપાક્ષ પાડતા માંગવાને બદલે લુંટ કરવા આવ્યા હોય એવી રીતે સવારથી સાંજ સુધી લુંટ શરૂ કરી ભાગી જતા છેક સાંજ પડયે વેપારીઓમાં દેકારો થતા આ વાત વાયુવેગે ફરી વળી હતી વેપારીઓમાં થતી ચર્ચા મુજબ બુધવારે હજુ તો દુકાન ખોલી દિવા બતી કર્યા ત્યાં જ એક નકલી વ્યંઢળોની ફોજ ઉતરી ટપાકા પાડી વેપારીઓ પાસે નાની રકમ નહી પણ બે બજાર જેટલી રકમથી માંગણી કરી હતી.

નકલી વ્યઢંળોની આ ટુકડીએ શહેરના હાઇસ્કુલ રોડ મેઇન બજાર મોતીચોક શાકમાર્કેટ જેવા કેટલાય વિસ્તારોના કેટલાક વેપારીઓ પાસે સાંજ સુધી લુંટ ચલાવી આ ગંેગ રફુચક્કર થઇ ગઇ હતી વેપારીઓના જણાવ્યા મુજબ દરમહીને આ ગેંગ માંગવાના બહાના હેઠળ આવી મોટી રકમથી માંગણી કરે છે શહેરના સામાજિક કાર્યકર હિતેશભાઇ માવજીભાઇ ડાંગરએ જણાવ્યુ કે આવી લેભાગુ ડાંગરએ જણાવ્યુ કે આવી લેભાગુ ગેગએ દિવસભર કળા કરી છતાં વેપારીઓએ શા માટે પોલીસને જાણ ન કરી આ ગેંગ શહેરમાં આખો દિવસ રહી ત્યારે અનેક દુકાનોના સી.સી.ટીવી ફુટેજમાં ઝડપાઇ જશે

 

(12:08 pm IST)