Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

હોસ્ટેલમાં નિવાસ દ્વારા વિદ્યાર્થીઓમા સમુહ ભાવનાની સાથે સ્વયં શિસ્તના ગુહો વિકસે છેઃ વિભાવરીબેન દવે

સુરેન્દ્રનગર જીલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનુ લોકાર્પણઃ ખાતમુહૂર્ત

વઢવાણ, તા.૯: સુરેન્દ્રનગર જિલ્લાના ખારાપાટ વિસ્તારમાં આવેલ પાટડી ખાતે અંદાજિત રૂ ૨.૮૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરકારી કન્યા છાત્રાલયના આધુનિક ભવનનું લોકાર્પણ કરતા શિક્ષણ રાજયમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં હોસ્ટેલમાં નિવાસના કારણે સમૂહ ભાવનાની સાથે સ્વયં શિસ્તના ગુણો વિકસે છે. હોસ્ટેલ જીવન દ્વારા વિદ્યાર્થીઓ સામાજિક સમરસતાના પાઠ પણ શીખે છે.

મંત્રીશ્રીએ આ કન્યા છાત્રાલયનું આજે 'લોકાર્પણ'નથી થયું પણ આજે આ છાત્રાલય શ્નબાળાર્પણલૃથયું છે, તેમ જણાવી રાજય સરકારે કન્યાઓના શિક્ષણ માટે હાથ ધરેલ યોજનાઓની વિસ્તૃત વિગતો આપી હતી.

વિભાગમાં ભરતી થઈ સમાજની સુરક્ષાની જવાબદારી સુપેરે નિભાવી રહી છે.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના રણ કાંઠે આવેલ પાટડી ખાતે રૂ ૨.૮૭ કરોડના ખર્ચે રાજય સરકારે ૧૦૦ જેટલી દીકરીઓને રહેવા જમવા સાથેનું આધુનિકતા સભર ભવ્ય ભવન નિર્માણ કરી આ વિસ્તારની દીકરીઓ માટે શિક્ષણના નવા દ્વાર ખોલ્યા છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષકુમાર બંસલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. પરમાર, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.સી. પટેલ, અગ્રણી સર્વશ્રી જેસીંગભાઇ ચાવડા, ખેંગારભાઇ ડોડીયા, પી.કે. પરમાર, હસમુખભાઇ બાવરા, જેંતીભાઇ પટેલ, દર્શનાબેન પટેલ, સુરેખાબેન પટેલ, જીજ્ઞાબેન પંડયા,  સ્મિતાબેન રાવલ, રમીલાબેન, મંગુબેન, અધિકારીઓ- પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેલા હતાં.

સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૨ માં સ્વાતંત્ર પર્વની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત પાટડી તાલુકાના ગવાણા ખાતે શિક્ષણ રાજયમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના હસ્તે અંદાજિત રૂપિયા ૩૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર પ્રાથમિક શાળાના મકાનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં શિક્ષણ માટે કોઈ જ પ્રયાસો થયા ન હતા, જેના પરિણામે સમાજમાં શિક્ષણનું પ્રમાણ નહિવત રહયુ હતુ. પરંતુ છેલ્લા બે દાયકામાં સરકારે હાથ ધરેલ શાળા પ્રવેશોત્સવ - કન્યા કેળવણી મહોત્સવ જેવા અભિનવ અભિયાનો અને કાર્યોના કારણે આજે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે ખૂબ ઝડપથી આગળ વધ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે ગુજરાતના શિક્ષણ રાજયમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બહેનોને કુ-પોષણમુકત ગુજરાતના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે રાજય સરકાર ગુજરાતની એકપણ મહિલા અને બાળક કુ-પોષિત ન રહે તે માટે કટિબદ્ઘ છે, આ માટે માતા અને બાળક ને પૂરતો પોષણક્ષમ આહાર મળે તેવા સરકારના પ્રયાસો રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત આજે પાટડી તાલુકામાં વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજયના શિક્ષણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ સ્વચ્છતા માટે અનેક એવોર્ડ મેળવેલ કઠાડા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.      તેમણે પ્રાથમિક શાળામાં અભ્યાસરત વિદ્યાર્થીઓની વાંચન-લેખન-ગણનની ચકાસણી કરી શાળામાં ચાલતી સહ-અભ્યાસની પ્રવૃતિઓથી માહિતગાર થયા હતા.

મંત્રીશ્રીએ શાળાનું નિરીક્ષણ કરી સ્વચ્છતા - અનુશાસન જેવી વિવિધ બાબતોમાં માટે શાળાના આચાર્ય - શિક્ષકોને બિરદાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, કઠાડા પ્રાથમિક શાળાને સ્વચ્છતા માટે વર્ષ ૨૦૧૬-૧૭ માં તાલુકા કક્ષાએ પ્રથમ નંબરનો ''શાળા સ્વચ્છતા એવોર્ડ''તેમજ જિલ્લા - રાજય અને રાષ્ટ્ર કક્ષાનો પ્રથમ નંબરનો ''સ્વચ્છ વિદ્યાલય''પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.(૨૨.૨)

(12:03 pm IST)