Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

તમામ ડેમો છલકી જશેઃ કારતક-માગસરમાં માવઠુ થશે, હવે પછી વરસાદ થશેઃ કારાભાઇ

ધોરાજી તા. ૯ :.. તાલુકાના હડમતીયા ગામના ૪૦ વર્ષના અનુભવી આહીર કારાભાઇ સિંહારે એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે કે, તા. ૧૧ થી તા. ૧૬ સુધી ત્થા તા. ર૭ થી તા. ૩૧ સુધી ભાગ્યે જોગ્યે વરસાદ થશે.

તા. ૮-૯-ર૦૧૮ થી તા. ૧૪-૯-ર૦૧૮ સુધી સારો વરસાદ થશે.

તા. ર-૧૦-ર૦૧૮ થી તા. ૬-૧૦-ર૦૧૮ સુધી સારો વરસાદ થશે.

તા. ૧ર-૧૦-ર૦૧૮ થી તા. ર૪-૧૦-ર૦૧૮ સુધી સારો તેમજ મુશળધાર વરસાદ થશે. તા. ૧-૧૧-ર૦૧૮ થી તા. ૧૦-૧૧-ર૦૧૮ સુધી વિજળી-વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ થશે.

કારતક અને માગસર માસમાં માવઠું થવાની શકયતા છે. તા. ર૯-૬-ર૦૧ર માં વરસાદની આગાહી કરી હતી. તે સમયે સરકારે દુકાળ  જાહેર કર્યો હતો છતાં પણ ગામ હડમતીયાના રહીશ શ્રી કારાભાઇ ભુરાભાઇ આહીર (સિંહાર) એ આગાહી કરી હતી કે ઢોર કોઇ છોડતા નહીં. આખા ગુજરાતમાં કોઇની આગાહી ન હતી ત્યારે વરસાદ સતત પ દિવસ વરસેલ હતો અને અબજો પશુ-પ્રાણીઓ બચી ગયા હતા અને નીરણના ઢગલા થઇ ગયા હતાં. ગુજરાત-સૌરાષ્ટ્રમાં ડેમ બધા જ છલકી જાશે. (પ-

(11:59 am IST)