Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

સોૈરાષ્ટ્ર-કચ્છમાં વાદળીયું વાતાવરણઃ ખંભાળીયા-પોરબંદરમાં ઝરમર

આખો દિવસ મિશ્ર હવામાનઃ મેઘરાજાની કાગડોળે રાહ જોતા લોકો

રાજકોટ તા.૯: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વાદળીયું વાતાવરણ યથાવત છે અને આવા વાતાવરણ વચ્ચે વહેલી સવારે પોરબંદર, ખંભાળીયામાં ઝરમર છાંટા પડયા હતાં.

આખો દિવસ મિશ્ર હવામાન યથાવત રહે છે અને લોકો મેઘરાજાની કાગડોળે રાહ જોઇ રહયા છે.

ખંભાળીયા

ખંભાળીયાઃ પંથકમાં લાંબા સમયના મેઘવિરામ બાદ આજરોજ પુનઃ મેઘાવી માહોલ છવાયો હતો.

ખંભાળીયામાં વરસાદી વાદળોની જમાવટ વચ્ચે આજે સવારના સમયે વરસાદના હળવા છાંટા વરસતાં માર્ગો પાણીથી તર-બતર બન્યા હતા. જર્જરીત રસ્તાઓ પાણીના ખાબોચીયા તથા કીચડ વડે ખરડાઇ ગયા હતા. જોકે મુશળધાર વરસાદની આશા ઠગારી નીવડી હતી. અને સુર્યનારાયણના દર્શન થયા ન હતા.

પખવાડીયા પૂર્વેના મુશળધાર વરસાદ બાદ લાંબા સમયના વરસાદી બ્રેકના કારણે ચિંતાના વાદળો વચ્ચે  નગરજનો તથા ધરતીપુત્રો પુનઃ વરસાદ વરસે તેનીચાતક નજરે રાહ જોઇ રહયા છે.

જામનગર

જામનગરઃ શહેરનું હવામાન મહતમ ૩૧.૮, લઘુતમ ૨૫.પ, ભેજ ૯૩ ટકા, પવન ૭.૩  રહયો છે.(૧.૧૩)

(11:59 am IST)