Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

મોરબીઃ સગપણ બાબતે દિકરી સાથે ચડભડ થતાં મહેબુબભાઇ ખલીફાએ એસિડ પીધું

રાજકોટ તા. ૯: મોરબી વીસીપરા મદીના સોસાયટીમાં રહેતાં મહેબુબભાઇ અબ્દુલભાઇ ખલીફા (ઉ.૪૨)એ એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. તેને સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે. પોતે છુટક મજૂરી કરે છે. દિકરીએ સગપણ બાબતે વાત કરતાં તે બાબતે પિતા-પુત્રી વચ્ચે ચડભડ થતાં માઠુ લાગી જતાં આ પગલુ ભર્યાનું તેણે જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતરે મોરબી પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

 

(11:57 am IST)