Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

મગફળી કૌભાંડ મામલે વધુ 2 આરોપીઓની ધરપકડ

જેતપુર પાલિકા પૂર્વ પ્રમુખના પિતરાઈ ભાઈ સહીત કેશોદના મેસવાણના મિલ માલિકની ધરપકડ

 

રાજકોટ :મગફળી કૌભાંડ મામલે જેતપુરના માકૅટીગ યાડૅમા અલંકાર ટ્રેડસૅ નામની પેઢી ધરાવતા રાજેશ વિશાલ શાતિલાલ સખરેલીયા ધરપકડ:ધરપકડ કરાઈ છે ધરપકડ કરાયેલ શખ્શ જેતપુરના પાલિકાના પુવૅ પ્રમુખનો પિતરાઈ ભાઇ છે

 કેશોદના મેસવાણ ગામે ક્રાંતિ ઓઇલ મિલના માલિક રાજેશ ગોવિંદ ભાઇ વડારિયાની પણ ધરપકડ કરી છે

  જેતપુરના પેઢલા ગામે મગફળી કૌભાંડમા અત્યાર સુધી 27 આરોપીની ધરપકડ બાદ વધુ 2 આરોપી ની ધરપકડ થતા આકડો 29 પહોચ્યો છે મગફળી કૌભાંડના તાર જેતપુર સુધી પહોચતા ચકચાર જાગી છે

(12:44 am IST)