Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ભુજ સ્‍વામિનારાયણ મંદિર દ્વારા કચ્‍છી માડુઓ માટે અનોખુ નજરાણું: બુલેટ ટ્રેન હિંડોળા તેમજ વિશ્વ ગુરૂ ભારત દર્શન કાર્યક્રમ

ભુજઃ સ્વામિનારાયણ મંદિર દ્વારા ચાલુ વર્ષે કચ્છવાસીઓને કંઈક અનોખું નજરાણું આપવા માટે હિંડોળા ઉત્સવના માધ્યમથી એસી બૂલેટ ટ્રેન સાથે વિશ્વ ગુરૂ ભારત દર્શન પ્રદર્શન યોજવામાં આવ્યું છે જેનું આજે સવારે ઉદ્દઘાટન મંદિરના મંહત સ્વામી સહિતના સંતો, યજમાનો, દર્શનાર્થીઓની ઉપસ્થતિમાં કરવામાં આવ્યું હતું. આ અંગેની વિગતો મુજબ શહેરના નૂતન સ્વામિનારાયણ મંદિરે દર વર્ષે દર્શનાર્થીઓ તેમજ હરિભક્તો માટે નીત નવા હિંડોળાઓ યોજવામાં આવતા હોય છે. ત્યારે આ વર્ષે કંઈક નવું કરવાના આશયથી હિંડોળા મહોત્સવ સમિતિ દ્વારા બૂલેટ ટ્રેન હિંડોળા તેમજ વિશ્વ ગુરૂ ભારત દર્શન આયોજન કરવામાં આવ્યું છે.

 

ગુજરાતમાં ર૦ર૪માં બુલેટ ટ્રેન શરૂ થવાની છે તે પૂર્વે લોકોને ચાલુ વર્ષમાં જ બુલેટ ટ્રેનનો અનુભવ મળે તેવા ખાસ ઉદેશ્ય સાથે હિંડોળા ઉત્સવના માધ્યમથી આ પ્રયાસ કરાયો છે.

આજે મહંત સ્વામી ધર્મનંદનદાસજી,મંદિરના વડિલ સંતો, યજમાનોની ઉપસ્થિતિમાં અનેરા હિંડોળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ભવિષ્યમાં શરૂ થનારી બુલેટ ટ્રેન અને તેનું સ્ટેશન કેવું હશે તેની ઝાંખી હિંડોળા મહોત્સવમાં મળી રહેશે.

મંદિર પરિસરમાં સાત ડબ્બાવાળી એસી બુલેટ ટ્રેન અને સ્ટેશનનું નિર્માણ કરાયું છે, ટ્રેનની કૃતી આબેહુબ બુલેટ ટ્રેન જેવી હોવાથી દર્શનાર્થીઓ અને મુલાકાતીઓ મંત્રમુગ્ધ બન્યા હતા. જ્યાં સુધી હિંડોળા સંપન્ન ન થાય ત્યાં સુધી બુલેટ ટ્રેન સ્ટેશન પર ઉભેલી જાવા મળશે. આ સાથે ભગવાન સ્વામિનારાયણના જીવન વિશેની ઝાંખી પણ તેમાં રજુ કરાઈ છે.

(7:02 pm IST)