Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

હળવદના ટીકર રોડ ઉપરથી સસ્તા અનાજની ઘઉંની ૧૮પ બોરી અને ચોખાની ૩પ બોરી મળી આવીઃ પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યા બાદ પોલીસ અને મામલતદાર તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ

મોરબીઃ હળવદના ટીકર રોડ પર આવેલ પુરવઠા વિભાગના સરકારી ગોડાઉનમાથી ઘંઉની 185 બોરી અને ચોખાની 35 બોરી મળી કુલ 220 બોરી ભરીને ટ્રક હળવદ માળિયા હાઈવે રોડ પર આવેલ ઘઉના કારખાનામા વેચવા જતા મોરબી SOG પોલીસ ત્રાટકી હતી, અને પોલીસે ટ્રકની તપાસ કરતા હળવદ તાલુકાના કડીયાણા ગામના સસ્તા અનાજના પરવાનેદારના ઘંઉ, ચોખા હોવાનુ જાણવા મળ્યું હતું. 

 

SOG પોલીસે 185 બોરી ઘઉ અને 35 બોરી ચોખા અને ટ્રક મળી કુલ રૂપિયા 5 લાખ નો મુદામાલ જપ્ત કરી હળવદ મામલતદાર પુરવઠા વિભાગને હવાલે કર્યો હતો.
આ બાબતે SOG પીઆઇ સલીમ સાટી એ જણાવ્યું હતું કે, અમારી ટિમ સાથે હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન માહિતી મળેલ કે, એલિગન્સ ફુડ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીની અંદર એક ટ્રક ગેરકાયદેસર સરકારી અનાજના જથ્થા સાથે ઘુસેલ છે અને આ જથ્થો તેમાં અંદર ઉતારવાનો છે
તેવી હકીકત મળતા એલિગન્સ ફુડ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીની અંદર આવી તપાસ કરતા GJ -13 U -8708 નંબરની ટ્રક મળી આવેલ બાદમાં તેના ડરાઇવરની પૂછપરછ કરતા તેને હળવદ સરકારી ગોડાઉનમાંથી સરકારી સસ્તા અનાજની દુકાનના ઘઉં તથા ચોખા ભરેલ હતા અને ચોખા નો જથ્થો આ ફેક્ટરીની અંદર 35 બોરી ઉતારી દીધેલ છે 
અને 185 બોરી ઘઉંનો જથ્થો ટ્રકમાં ભરેલો ઉતારવાનો બાકી હતો જે પકડી પડતા આ બનાવ ખરેખર પુરવઠા વિભાગને લાગતો હોય જેથી મામલતદાર હળવદને રિપોર્ટ આપી આગળની કાર્યવાહી કરવા માટે તેઓને સોંપી આપેલ છે અને આગળની કાર્યવાહી મામલતદા ની ટિમ દ્વારા ચાલુ છે અને આ મામલે આ ટ્રકના ચાલાકને મામલતદારને સોંપી આપવામાં આવ્યો છે. 

(7:01 pm IST)