Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

જામનગરમાં તસ્કરો બેખૌફ : બે બેન્કના એટીએમ ગેસ કટરથી ચીરી લાખોની ચોરી

સીસીટીવી પર કાળો સ્પ્રે લગાવ્યો: પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા કવાયત

જામનગર : શહેરમાં ગુનાખોરીના બનાવો સતત બનતા જઈ રહ્યા છે. ગઈ કાલે જાહેર રોડ પર એકલી મહિલાને જોઈને કેટલાક શખ્શોએ તેમના પાસેથી સોનાના ઘરેણાં ખંખેરી લીધા હતા અને ઘટનાસ્થળેથી ફરાર થઇ જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આજે ફરી એક વાર ચોરીની ઘટના જામનગર શહેરમાં બની છે.

 જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટીમાં રાત્રીના ટોળકીએ ત્રાટકી અલગ અલગ બે બેંકના એટીએમ ગેસ કટરથી ચીરી એકસીસી બેંકના એટીએમમાંથી ૧૨ લાખની રોકડ અને સેન્ટ્રલ બેંકના એટીએમમાંથી ૩.૫૮ લાખની રોકડ ચોરી જતાં ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે ગાંધીધામ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શ કરી હતી ફટેજમાં ત્રણ શકશો નજરે પડા હતા પરંતુ સીસીટીવી પર કાળો સ્પ્રે લગાવ્યો હોવાથી તેઓના ચહેરા સ્પષ્ટ્ર નજરે પડી રહ્યા નથી.પોલીસે આ બનાવનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શ કર્યેા છે

 

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ,વહેલી સવારે એટીએમના સીસીટીવી કેમેરા પર કાળો સ્પ્રે મારી દીધા બાદ ગેસ કટરથી બંને એટીએમને કાપીને લાખોની ચોરી કરવામાં આવી હતી.બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા, હીરાભાઇ રબારી અને ડી. સ્ટાફની ટીમો તથા ક્રાઇમ બ્રાંચની ટીમોએ પહોંચી તપાસ શ કરી હતી.

પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, રાત્રિના સમયે નાગેશ્વર સોસાયટીમાં ત્રાટકેલી ટોળકીએ અહીં બે એટીએમને નિશાન બનાવ્યા હતા. આ ટોળકી ગેસ કટ્ટર સહિતનો સામાન સાથે લઈને આવી હતી અને તેમણે ગેસ કટર વડે એટીએમની ચોરી બાદમાં ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં એકસીસ બેંકમાંથી ૧૨ લાખ અને સેન્ટ્રલ બેંકના એટીએમમાંથી ૩.૫૮ લાખની ચોરી કરી ગયા હતા. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપતા પૂર્વે બન્ને એટીએમના સીસીટીવી કેમેરા પર કાળા કલરનો સ્પ્રે લગાવી દીધો હતો જેથી તેઓના ચહેરા નજરે ન પડે પરંતુ તેમ છતાં પોલીસે સીસીટીવીના ફટેજની ચકાસતા તેમાં ત્રણ શખ્સો નજરે પડી રહ્યા છે. પણ તેઓના ચહેરા સ્પષ્ટ્રપણે દેખાતા ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.

(12:28 am IST)